પોલીસે માનવતા મહેકાવી, આર્થિક તંગીના લીધે પરણિત આપઘાત કરે તે પહેલા તેને બચાવી લેવાયા.

પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે અને તે સાર્થક કરી બતાવ્યું છે સુરત પોલીસે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ નું માનવતા ભર્યું અભિગમ સામે આવ્યું છે. સુરત જિલ્લાના ઘડોઈ ગામમાં એક પરણિત આત્મહત્યા કરવાના હતા. આત્મહત્યા કરે તે પહેલાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી જે પોસ્ટ ગ્રામ્ય પોલીસ સાયબર સેલ ને જાણ થતાં તાત્કાલિક લોકેંશન ટ્રેક કરીને આત્મહત્યા કરે તે પહેલા તેમના ઘરે પહોંચી હતી.

પરણિત ને સમજાવી અને તેમના ઘરમાં આર્થિક તંગી નાં લીધે આ પગલું ભરતી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે તેમને ઘરની ચીજવસ્તુઓ પણ આપી હતી. પોલીસ નું આ કાર્ય જોઈને ચારેબાજુ પોલીસ પ્રશાસન ની પ્રશંસા થઈ રહી છે.

આપણે સૌ ખાખી વર્દીના એક પાસાને જોતા હોઈએ છીએ પરંતુ ખાખીનું બીજું પાસું સુરત પોલીસ માં જોવા મળ્યું છે. જેમાં સુરત પોલીસે એક પરણિત મહિલા ને આત્મહત્યા કરતા તો અટકાવી પરંતુ સાથે સાથે આર્થિક મદદ પણ કરી.

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતો મહુવા તાલુકાના દઘોઈ ગામે એક મહિલા આત્મહત્યા કરવાનું જણાવી એક પોસ્ટ કરી હતી જોકે આ પોસ્ટ સાયબર સેલ નાં નજરમાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયામાં તપાસ કરતા તેનો કોન્ટેક્ટ નંબર મેળવી અને પોલીસે વાતચીત કરતા મહિલા સુરત જિલ્લાની હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે મહિલાને ફોન પર વાતચીતમાં વ્યસ્ત રાખીને તેના ઘરે પહોંચી ગઈ હતી અને મહિલા ને મોતના મુખમાંથી બચાવી લીધી હતી. જોકે આ મહિલાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે પતિ વ્યસન કરે છે અને ઘરમાં કઈક જરૂરી વસ્તુ લાવતો નથી ઘરમાં બાળકોને શું ખવડાવું તે સાંભળી ને પોલીસ પણ નિશબ્દ બની ગઈ હતી ત્યારે બાદ પોલીસે તેના પતિ ને પણ ઠપકો આપ્યો અને ઘરમાં જરૂરી વસ્તુ લાવી આપી હતી.

 

 

Leave a Comment