આ દિવસે તુલસી પર જળ અર્પણ કરવું જોઈએ નહિ, આવી શકે મોટી મુશ્કેલી.

આપણો દેશ ઋષિમુનિઓ નો દેશ કહેવામાં આવે છે. આપણા દેશમાં હજારો વર્ષો પહેલા ઋષિઓએ વેદ અને પુરાણો લખ્યા છે. આપણા દેશમાં અનેક ધર્મ અને સંસ્કૃતિ નો ઉદભવ થયેલો માનવમાં આવે છે. આપણે જાણીએ છીએ છે કે આપણા દેશના ઋષિમુનિઓ એ ઘણા ગ્રંથો લખ્યા છે. આ ગ્રંથોમાં અનેક ઉપાય અને ઉપચાર વિશે વાત કરવામાં આવી છે.

હિન્દુ ધર્મમાં દેવી અને દેવતાઓ નું ખુબજ મહત્વ રહેલું છે. સવારે ભગવાન ની પૂજા અર્ચના કરવાથી મનની શાંતિ મળે છે. સાચા મનથી ભગવાન ની પૂજા કરવાથી ભગવાન ની અસીમ કૃપા મળે છે. આપણા પુરાણોમાં પણ ઝાડ નુ આગવું મહત્વ રહેલું છે. તુલસી અને શમી જેવા છોડ ની પૂજા કરવાથી માતા લક્ષ્મી નો વાસ થાય છે.

હિન્દુ ધર્મમાં તુલસી પૂજા નું ખુબજ મહત્વ રહેલું છે. મોટાભાગના હિન્દુ પરિવારમાં તુલસી નું ઝાડ તો જોવા મળતું હોય છે. તુલસી ની પૂજા કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે સવારે સૂર્યોદય થાય તે પહેલાં તુલસી ને જળ ચઢાવવા થી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો વિવિધ રૂપે જળ ચઢાવી ને તુલસી પૂજા કરતા હોય છે.

તમને ખબર છે કે સપ્તાહમાં એક દિવસ એવો હોય છે કે તે દિવસે તુલસી ને જળ નાં ચઢાવવું જોઈએ. નહિતો ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. તુલસી જળ ચઢાવવા નાં નિયમો આપણે જાણવા જરૂરી છે.

હિન્દુ ધર્મમાં તુલસી પૂજા ને ખુબજ મહત્વ આપવામાં આવેલું છે. દરરોજ તુલસી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ રવિવારે તુલસી પર જળ નાં ચઢાવવું જોઈએ. પૌરાણિક માન્યતા મુજબ તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે જળ ચઢાવવા થી તેમનું વ્રત તૂટી જાય છે. આ કારણે રવિવારે તુલસી જળ નાં ચડાવવું જોઈએ.

 

Leave a Comment