બનાસકાંઠા નું રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોર નાં ટ્વીટ્ બાદ sp એ આપી પ્રતિક્રિયા.

રાજકારણ મા અનેક વખત આક્ષેપ પ્રતિ આક્ષેપ થતાં હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠા નાં રાજકારણ એ વેગ પકડ્યો છે. વાવ નાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના નિવેદન અને ટ્વીટ ના કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. તેમના નિવેદન નાં લીધે અનેક વખત બનાસકાંઠા નું રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ગેનીબેંન ઠાકોર એ એક ટ્વીટ કરી હતી અને તેમાં બનાસકાંઠા નાં SP પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.

ગેનીબેન ઠાકોર નાં આરોપ મુજબ બનાસકાંઠા નાં SP રાજકીય ઈશારા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ ને હેરાન કરે છે. ગેનીબેન ઠાકોર નાં આ નિવેદન થી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ત્યારે આ મામલે બનાસકાંઠા નાં SP નું પણ નિવેદન સામે આવ્યું છે.

ગેનીબેન નો દાવો કોંગ્રેસ નાં કાર્યકર્તા ને હેરાન કરતા હોવાનો.

બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા નાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર એ જિલ્લાના SP પર કરાયેલા એક ટ્વીટ ને લઈને રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. બનાસકાંઠા નાં SP રાજકીય ઈશારા પર કોંગ્રેસના કાર્યકર્તાઓ ને દબાવી, અને હેરાન કરતા હોવાનું ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું હતું. ટ્વીટ કર્યા બાદ તેમણે કલેકટર કચેરીએ આવેદન પત્ર પણ આપ્યું હતું અને જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જેલભરો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

આ મામલે બનાસકાંઠા નાં SP એ પણ પ્રતિક્રિયા આપી હતી. બનાસકાંઠા નાં SP અક્ષયરાજ મકવાણા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે ઠાકરશી રબારી ની વાત છે તેની સામે વર્ષે 2005 થી લઈને 2023 સુધીમાં કુલ 5 FIR થયેલી છે. જેમાં છેલ્લી FIR નોંધાઈ તેમાં પોલીસ જે રીતે અન્ય આરોપીઓ ને કાર્યવાહી કરી છે તે રીતે તેમને પણ કાર્યવાહી કરી છે. તેમની ધરપકડ કરી ને કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટ દ્વારા રીમન્ડ મંજૂર કરાયા હતા. આ સિવાય જે ક્વોલિટી પ્રોહીબેશન  નો ગુનો દાખલ કરવામાં આવે તેમાં પાસા ભરવાના હોય છે. પોલીસ કોઈ પાર્ટીના કાર્યકર હોય તે રીતે હેરાન કરતી નથી પોલીસ નિષ્પક્ષ રીતે કામ કરતી હોય છ.

Leave a Comment