આ જીવ પાસે છે પાંખો, આકાશમાં ઉડતા પણ જોવા મળે છે પરંતુ તે પક્ષી નથી.

આ દુનિયામાં લાખો પશુ, પક્ષી અને જીવજંતુઓ રહે છે. આ દરેક જીવો નાં ખોરાક અલગ હોય છે રહેણાક અલગ હોય છે. ઘણા પક્ષીઓ અને જંતુઓ ઉડી શકે છે તો ઘણા ચાલી શકે છે. દુનીયામાં દરેક જીવો પક્ષીઓની જેમ ઉડી શકતા નથી. આજે અમે તમને કેટલાક પ્રાણીઓ વિશે જણાવીશું કે જે મહદઅંશે ઉડી શકે છે.

જ્યારે આપણે પક્ષીઓ ને આકાશમાં ઉડતા જોઈએ છીએ તો આપણ ને ઉડવાનું મન થાય છે. પરંતુ આપણે વિચારીયે તેવું થતું નથી. પરંતુ તમને ખબર છે કે ઘણ જીવો છે કે જે પક્ષી ન હોવા છતાં ઉડી શકે છે.

• એક્ઝોકોટિડે માછલી : ઉડતી માછલી અથવા તો તેને એક્સોકોટિડે માછલીની ફિન્સ પાંખો જેવી બહાર નીકળે છે. આ માછલી ની તરવા ની ઝડપ ખુબજ ઝડપી હોય છે. તે માછલી પાણીમાં દૂર સુધી પાંખોની મદદથી કૂદી શકે છે. નેશનલ જીયોગ્રાફી મુજબ આ માછલી ની 40 જેટલી પ્રજાતિઓ છે.

• ફ્લાઈંગ સ્કવિડ: ફ્લાઇંગ સ્કવિડ માછલી પણ તેના ફિન્સ નો ઉપયોગ કરીને પાણીમાંથી બહાર નીકળી જાય છે. તે પાણીમાંથી 10 ફૂટ નું ઊંચાઈ સુધી બહાર નીકળી ને 100 ફૂટ જેટલો કૂદકો મારી શકે છે. તે તેનો જીવ બચાવવા માટે આવું કરતી હોય છે.

વોલેસ ફ્રોગ : વોલેસ નો ઉડતો દેડકો ઈન્ડોનેશિયા માં જોવા મળે છે. આ દેડકા નો પાછળનો પગ ખુબજ શક્તિશાળી હોય છે જે તેના શરીર ને હવામાં ઉડવા માં મદદ કરે છે. તે તેના પગ ને ફેલાવે છે. પગ અને તેમની ત્વચા સાથે જોડાયેલ પટલ તેના પેરાશૂટ ની જેમ કામ કરે છે.

ઉડતી રે સ્ટિંગ: આ એક ઝેરી માછલી છે. જેમાં મોબ્યુલા એ એક તેની પ્રજાતિ છે. તેની વિશેષતા એ છે કે આ માછલી ઉડી પણ શકે છે. તેથી તેને ફલાઈંગ રે પણ કહેવામાં આવે છે. તે પાણીમાંથી લગભગ 2 મીટર સુધી કૂદી શકે છે.

• કોલ્યુગો : કોલ્યૂગો દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળતું સસ્તન પ્રાણી છે. તે દેખાવમાં ઉડતી ખિસકોલી જેવી જ લાગે છે. તેની તેવી સરાંચાના નાં લીધે 70 મીટર જેટલી કૂદી શકે છે.

ઉડતી ખિસકોલી: ઉડતી ખિસકોલી ની આશરે લગભગ 50 જેટલી પ્રજાતિઓ છે. જે ઉડી શકે છે. તેમના પગની મધ્યમાં માંશની પાતળી પટલ હોય છે જે પાંખ તરીકે કામ કરે છે. તેઓ વાસ્તવમાં ઉડતા નથી પરંતુ તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કુદે છે ત્યારે તેમની પાંખો ખોલે છે. અને તે દરિમયાન થોડી ક્ષણો માટે હવામાં ઉડવા માટે મદદ કરે છે. તેઓ લગભગ 400 મીટર થી પણ વધુ કૂદી શકે છે.

• ચામાચીડિયું : ચામાચીડિયું તો આપણે સૌ એ જોયું જ હસે તે આપણી ઘરની આજુબાજુ સહેલાઇ થી જોવા મળતું હોય છે. ચામચિડીયું એ કોઈ પક્ષી નથી તે એક. સસ્તન વર્ગનું પ્રાણી છે. તે તેના બચ્ચાંને દૂધ પીવડાવે છે અને બચ્ચાંને જન્મ આપે છે.

ક્રાયસોપેલિય સાપ: આ સાપને ઉડતા સાપ પણ કહેવામાં આવે છે. તેઓ અમુક અંશે ઝેરી પણ હોય છે. તેઓ તેમના ઝેરનો ઉપયોગ શિકાર માટે જ કરતા હોય છે. જેમ કે ઉંદર, વાસ્તવમાં તે હવામાં ઉડતા નથી પરંતુ 100 મીટર જેટલા કૂદી પડતા હોય છે.

Leave a Comment