બાંગ્લાદેશી યુવતીના પ્રેમમાં પાગલ થયેલા યુવકની ઘરવાપસી, મુસ્લિમ બનેલ યુવકે ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો!

પ્રેમ વસ્તુ એવી છે કે કોઈપણ તેમાં આંધળું બની જતું હોય છે. પ્રેમમાં નાત જાત કે ધર્મ કોઈ જોતું નથી તેવામાં એક અનોખો કિસ્સો જેતપુરમાં જોવા મળ્યો છે. જેતપુર નો હિન્દુ યુવક બાંગલાદેશની મુસ્લિમ યુવતી નાં પ્રેમમાં પાગલ થઈને તેને પામવા માટે મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈ નાં પર્વચનો થી પ્રભાવિત થઈને ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ ગયો હતો.

ધર્માંતરણ ને લઈને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો અને અંતે મુસ્લિમ ધર્મ પરિવર્તન માં પડેલ યુવકની ઘરવાપસી કરવામાં આવી હતી. જેતપુરના આશિષ ગૌસ્વામી ની બંગળદેશની યુવતી ની સોશિયલ મીડિયા થકી ઓળખાણ થઈ હતી.

મળતી માહિતી પ્રમાણે આશિષ નાં પિતાએ યુવતી સાથે લગ્ન કરવા અને બાંગ્લાદેશ જવા માટે હિન્દુ ધર્મ છોડી અને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયાના આક્ષેપ થઈ રહ્યા છે.  આશિષ ગૌસ્વામી મુસ્લિમ ધર્મગુરુ જોડે રહેતો અને મસ્જિદોમાં રહેવા લાગ્યો હતો તે મુસ્લિમ જેવી ટોપી પણ પહેરતો હતો અને દિવસમાં પાંચ વાર નમાજ પણ કરતો હતો.

આ મામલે પોલીસ અને પિતા ઘણીવાર સમજાવ્યા પણ તે માનવ તૈયાર નાં હતો. આશિષ સોશિયલ મીડિયામાં ઝાકીર નાઈ નાં વિડિયો જોતો આ જોઈને તે મુસ્લિમ ધર્મ અપનાવવા માટે પ્રેરાયો હોવાનું પણ અનુમાન છે.

પરંતુ બાંગ્લાદેશી વિવાહિત યુવતીની ઈન્સ્ટાગ્રામ માં સંપર્ક થયા બાદ તેની સાથે નિકાહ કરવા માટે યુવકે ધર્મ પરિવર્તન કર્યા હોવાનું તેના પિતાનું અનુમાન છે. આશિષ ગૌસ્વામી એ જણાવ્યું કે મનુષ્યોએ પોતાના હાથે બનાવેલ જુદા જુદા ભગવાન ની મૂર્તિ માણસનું શું ભલું કરી શકે. મુસ્લિમ ધર્મમા ફક્ત એક અલ્લાહ ને જ પુજવાના હોય છે તેજ આ દુનિયાના સાચા ભગવાન છે.

આશિષ દિવસમાં પાંચ વાર નમાજ પણ કરતો અને તેને પૂર્ણ મુસ્લિમ બનવું હોય તો તેને ખતના કરાવવું પડે તે માટે ઓપરેશન કરાવવા માટે સરકારી હોસ્પિટલ માં પણ ગયો હતો. હોસ્પિટલમાં આવેલખતાના કરવવા ગયો ત્યારે તેની સાથે બે મુસ્લિમ યુવકો પણ ગયા હતા.

તેણે હોસ્પિટલ માં કેશમાં પોતાનું નામ શેખ મહંમદ નોંધાવ્યું હતું. યુવક નાં પિતાને દીકરો મુસ્લિમ ધર્મ અપનાવે તે થોડું પણ પસંદ નહોતું. પરંતુ યુવકે ઘરમાં કહ્યું કે મને મુસ્લિમ ધર્મ અપનાવવા માં કોઈ અવરોધ ઊભો કરશે તો હું આત્મહત્યા કરી લઈશ. ત્યાર બાદ આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસ ની ઘણી સમજાવટ બાદ યુવકે ઘર વાપસી કરી છે.

આશિષ લાંબા સમયથી દાઢી વધારી અને ગોળ ટોપી પહેરી મુસ્લિમ ધર્મ અપનાવવા નાં રસ્તે ચઢ્યો હતો. તેને નુર્શિહ મંદિરના સંતે ચંદન અને તિલક સાથે સ્વાગત કર્યું.  સ્થાનિક હિન્દુ ધર્મના સેનના આગેવાનો અને સંતો એ યુવાન ને હિન્દુ ધર્મમાં પરત લાવ્યો.

Leave a Comment