આગામી 48 કલાક ભારે વરસાદ ની આગાહી, અંબાલાલ પટેલ ની મોટી આગાહી.

ગુજરાતના ઘણા વિસ્તારો માં ચોમાસા ની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ ને લઈને મોટી આગાહી કરી છે.

ગુજરાતમાં બરાબર નો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાક ની અંદર 150 થી પણ વધુ તાલુકામાં મેઘમહેર જોવા મળ્યો છે. ગુજરાત ની અંદર આગામી 30 જૂન સુધી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ ને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાક મા વિવિધ જિલ્લાઓ માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમણે જણાવ્યું કે ડાંગ ,વલસાડ, આહવા, પાટણ, ભરૂચ ,સુરત, કચ્છ, અને મહેસાણા માં ભારેથી અતિભારે વરસાદ પડશે. તે ઉપરાંત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ ની આગાહી :

આ ઉપરાંત હવામાન વિભાગે નવસારી , વલસાડ ને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે ઉપરાંત મહીસાગર , અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ભરૂચ તાપી, સુરત, ડાંગ, જૂનાગઢ, ગીર ને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા , છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ , મહેસાણા માં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment

આગામી 48 કલાક ભારે વરસાદ ની આગાહી,અંબાલાલ પટેલ ની આગાહી

Leave a Comment