સુરતમાં પ્રેમલગ્ન કરવા બહેન ને પડ્યા ભારે, હલદી રસમ નાં પ્રોગ્રામ મા જ આવું થયું.

આજના જમાનામાં પ્રેમ સબંધ વધી ગયા છે તેવામાં પ્રેમલગ્ન પણ સામાન્ય બની ગયા છે પરંતુ પ્રેમ લગ્ન કરવા જતાં યુવક યુવતીઓ ને ક્યાંક સમાજ તો ક્યાંય પરિવાર અડચણ રૂપ બનતો હોય છે. આપણે અવાર નવાર તેવા સમાચાર સાંભળતા હોઈએ છીએ. તેવો જ એક કિસ્સો સુરત મા બન્યો છે .

સુરત મા એક હત્યા ની ઘટના સામે આવી છે. જેમાં લગ્ન નાં એક દિવસ પહેલા જ પિતરાઈ ભાઈએ બહેન ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કર્યા નો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી ની ધરપકડ કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી એવી મળી રહી છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મહાજન અને કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સબંધ હતો. જેઓ એ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ વિશે બંને વ્યકિતઓએ પોતાના પરિવાર ને વાત કરી હતી અને તેમના બંને નાં પરિવારો આ વાત માટે સહમત હતા. થોડા મહિના પહેલા બંને વ્યક્તિઓ એ લવ મેરેજ કર્યા હતા.

બંને નાં પરિવારો રાજી હોવાથી ધામધૂમથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ. જેથી કુટુંબીજનો એ 26 જૂન નાં રોજ લગ્નપ્રસંગ નું આયોજન કર્યું હતું. લગ્ન નાં આગળ ની રાત્રે બંને વરવધુ ની હલ્દી રેશમ નો કાર્યક્રમ ચાલુ હતો. બંને નાં પરિવારોમાં ખુશીનો માહોલ હતો તેવામાં યુવતી નો પિતરાઈ ભાઈ મોનું પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો. આ મોનુ પાટિલે ધારદાર હથિયાર વડે યુવતી ને મોત ને ઘાટ ધરી દીધી હતી તેવામાં પરિવારજનો એ મોનુ પાટીલ ને પકડી લીધો હતો. ત્યાર બાદ મોનુ પાટીલ ને પોલીસે ધરપકડ કરી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment