ઊંટે માલિક નું માથું મોઢામાં ફસાવીને તરબૂચ ની જેમ ફોડી દીધું, 10 સેંકડનમાં ખૌફનાક મોત મળ્યું…

રાજસ્થાનના ચુરુ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે સામે આવેલ સમાચાર તમારું હદય કંપાવી દેશે. હકીકતમાં એક ખેડૂતે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લઈને ઊંટ ખરીદ્યો હતો. પરંતુ મોટી આશા સાથે લાવેલા એજ ઊંટે માલિકને એવું ખરાબ મોત આપ્યું કે મૃતદેહની હાલત જોઈને પરિવાર આઘાતમાં છે.

હકીકત માં ઊંટે તેના માલિકનું માથું તેના મોઢામાં પકડીને દબાવ્યું અને તેને તરબૂચની જેમ તોડી નાખ્યું. માલિકનું માથું ઊંટે તેના મોઢામાં લઈને વારંવાર હવામાં ઉછાળ્યો અને પછી જમીન પર પટક્યો. તેથી ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એમના પિરવામાં મોતનો માતમ છવાઈ ગયો છે. અત્યારે ઊંટને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો છે.

પરિવારનું ભરણપોષણ આ ઊંટ કરતો

ચુરુ જિલ્લાના સરદારશહર પોલીસ સ્ટેશને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સરદારશહરના અજીતસર ગામના રહેવાસી રામલાલે લગભગ એક મહિના પહેલા ચુરુ જિલ્લાના એક વ્યક્તિ પાસેથી આ ઊંટ ખરીદ્યો હતો. તેને થોડા દિવસો સુધી ઘર પાસેના ખેતરમાં બાંધીને રાખવામાં આવતો હતો. તેના પછી કેટલાક દિવસોથી ઊંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઊંટની ગાડીની મદદથી ઊંટના માલિક રામલાલ મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમના પરિવારમાં 3 બાળકો છે.

મોઢામાં ફસાયેલો યુવક ચીસો પાડતો રહ્યો, 10 સેકન્ડમાં પ્રાણ પંખેરું ઉડ્યું

શનિવાર ના દિવસે રામલાલ ખેતરમાં બાંધેલા ઊંટ ને ઊંટ ગાડીમાં બાંધવાની તૈયારી કરી રહ્યા હતા એવામાં ઊંટને અચાનક ગુસ્સે ભરાઈ ગયો. તેણે રામલાલને લાત થી નીચે ધક્કો માર્યો અને પછી જ્યારે રામલાલ ઉભા થયા ત્યારે ઊંટે રામલાલ નું માથું પકડી લીધું. જડબામાં ફસાયેલા રામલાલ ચીસો પાડતા રહ્યા પણ સેકન્ડોમાં જ તેનું મૃત્યુ થઈ ગયું. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Leave a Comment