પત્નીની બેવફાઈ પર આખા દેશમાં ચર્ચા નો વિષય બનનાર પતિ વિશે થયો મોટો ખુલાશો.

ઉતર પ્રદેશના SDM ઓફીસર જ્યોતિ મૌર્ય હાલમાં આખા સોશિયલ મીડિયામાં છવાયેલા છે. બેવફાઈ અને તેના પતિ પાસેથી લાંચમાં ઘેરાયલી ઉતર પ્રદેશની ઓફીસર જ્યોતિ મૌર્ય હાલમાં ચર્ચામાં છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર જ્યોતિ મૌર્ય અને આલોક કુમાર મૌર્ય નું વેડિંગ કાર્ડ સામે આવ્યું છે.

લગ્ન નાં કાર્ડમાં આલોક કુમાર ની આગળ ગ્રામ વિકાસ અધિકારી લખવામાં આવેલું જોવા મળી રહ્યુ છે. જ્યારે તેઓ પંચાયત વિભાગ મા વર્ગ ચારના અધિકારી છે. જ્યોતિ મૌર્ય એ પણ જણાવ્યું છે કે તેઓએ ખોટું બોલીને લગ્ન કર્યા હતા. લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ્યોતિ મૌર્ય નાં પિતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

જ્યોતિ મૌર્ય નાં પિતા એ જણાવ્યું હતું કે લગ્નનો મૂળ પાયો જૂઠું બોલીને નાખવામા આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે લગ્ન સમયે તેની સાથે ખોટું બોલવામા આવ્યું હતું કે આલોક મૌર્ય ગ્રામ વિકાસ અધિકારી છે. આલોક કુમાર મૌર્ય નાં સગાં નાં કહેવાથી કાર્ડમાં ગ્રામ વિકાસ અધિકારી લખવામાં આવ્યું હતું. આલોક મૌર્ય નો મોટો ભાઈ પણ સફાઈ કામદાર છે લગ્ન સમયે કહેવામાં આવ્યું હતું કે તેઓ શિક્ષક છે આમ માત્ર આલોક મૌર્ય જ નહિ પરંતુ તેનો આખો પરિવાર ખોટું બોલનાર છે.

જ્યોતિ મૌર્ય નાં પતિ આલોક મૌર્યએ મીડિયાને તેમની પત્ની પર આરોપ મૂકતા ખળભળાટ મચી ગયો હતો. તેણે કહ્યું હતું કે તેની પત્નીનું અન્ય અધિકારી જોડે અફેર ચાલે છે. ઉપરાંત તેણે એક ડાયરી બતાવી અને દાવો કર્યો હતો કે તેમાં લાંચ લેવાની સંપૂર્ણ વિગત છે. તેણે આ અંગે પોલીસ અને મુખ્યમંત્રી ને પોર્ટલ પર ફરિયાદ કરી છે.

 

Leave a Comment