ઈંટો બનાવનાર દીકરી બનશે ડોક્ટર, રોજ છ કલાક ભઠ્ઠીમાં કામ કરતી.

કહેવાય છે ને કે મહેનત અને પરિશ્રમ કરવાનું ચાલુ રાખીએ તો કિસ્મત સામે ચાલીને આવે છે. કોઈપણ કામમાં સફળતા મેળવવી હોય તો તે મહેનત માંગે છે તે પછી ધંધો હોય કે નોકરી. મહેનત અને પરિશ્રમ નું સચોટ ઉદાહરણ ઈંટો નાં ભઠ્ઠામાં કામ કરતી આ દીકરીએ કરી બતાવ્યું જેના વિશે વાત કરીશું.

છત્તીસગઢ નાં દૂર્ગુનું એક ગામ જ્યાં 22 વર્ષની યમુના નામની દરેક દીકરી કે જેણે ચોથા પ્રયાસમાં NEET પાસ કરી ને બતાવ્યું છે. આ યમુના ચાર વર્ષની હતી ત્યારથી ભણવામાં ખુબજ હોશિયાર હતી. NEET ની પરીક્ષા માં ત્રણ વખત ફેલ જતા તેના પિતાએ કડક શબ્દોમાં કહી દીધું હતું આ વખતે પાસ નાં થઈ તો ભણવાનું બંધ કરાવી દઈશ.

પરંતુ તેની મહેનત રંગ લાવી અને NEET ની પરીક્ષામાં 516 માર્કસ સાથે પાસ થઈ છે અને આખા ઇન્ડિયામાં રેન્ક 92 હજાર ની નજીક છે. જ્યારે કેટેગરી રેન્ક 42 હજાર છે. હવે તેને ચોક્કસ થી MBBS મળી જશે.

પરંતુ ચિંતા એ છે કે અભ્યાસ ની ખર્ચ કેવી રીતે પૂરો થશે. MBBS કરવા માટે તો લાખો રૂપિયાની જરૂર પડે છે. પરંતુ યમુનાં નાં પિતા કહે છે કે જિલ્લાના સાંસદ અને મંત્રીઓએ ખાતરી આપી છે કે તેનો બધો ખર્ચ તેઓ ઉઠાવશે. આપણે ગરીબ લોકો છીએ આટલા પૈસા ક્યાંથી લાવીએ.

જોકે તેનો આખો પરિવાર ઈંટોના ભઠ્ઠા પર કામ કરે છે અને જેમાં રાત દિવસ મહેનત કરીએ ત્યારે માંડ ઘર ચાલતું હોય છે. સાથે સાથે યમુના પણ બાળપણથી જ ઈંટો બનાવવા મા મદદ કરે છે.

Leave a Comment