ઉત્તરાખંડ માં વરસાદ નો કહેર, દશ્યો જોઈ ધ્રુજી જશો…

ઉત્તરાખંડમાં અત્યારે વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે ત્યાં હવામાનમાં આવેલા પલટાએ તબાહી મચાવી છે. ત્યાં અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં 450 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં થી 33 રાજ્ય ધોરીમાર્ગો પણ સામેલ છે. અને ચારે ધામ તરફ જતા હાઈવે પણ ઘણી જગ્યાએથી અવાર નવાર આવતા કાટમાળના કારણે બંધ થઈ રહ્યા છે.

જણાવી દઈએ ગંગોત્રી નેશનલ હાઈવે પણ છેલ્લા 24 કલાકથી બંધ હતો ઘણા મુસાફરો ગંગોત્રીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. 11 જુલાઈ આ યાત્રા સીઝનનો પહેલો દિવસ હતો, જ્યારે કોઈ મુસાફર ગંગોત્રીધામ પહોંચી શક્યું ન હતું. જેમાં મધ્ય પ્રદેશના ચાર મુસાફરોના મોત થયા હતા અને સાતથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

જેમાંથી બદ્રીનાથ હાઇવે પણ સમય પૂરતો બંધ કરવામાં આવી રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ વ્યાસી અને તોતઘાટીમાં પથ્થર પડવાના કારણે આ હાઈવે બંધ છે. તેને ખોલવાના પ્રયાસો ચાલુ છે. જણાવી દઈએ રાજ્યભરમાં રસ્તાઓ ખોલવા માટે 450 થી વધુ JCB મશીન ખડકી દેવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં તે ઓછા પડી રહ્યા છે.

Leave a Comment