ઘરે ખાતર બનાવી આ ખેડૂત કરે છે બમણી કમાણી, ખેડૂતોને પણ આપી આ સલાહ.

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે ખેતી થકી આપણા દેશનું ભવિષ્ય ઊજળું બન્યું છે. ત્યારે ખેતી કરવા માટે આપણે અવનવા પ્રયત્નો કરતા હોઈયે છીએ. ત્યારે ઇડર ના એક ખેડૂતે દેશી ઉપાય થી ખાતર બનાવ્યું છે અને ખેડૂતો ને પણ આવું ખાતર વાપરવા માટે આગ્રહ કર્યો છે. જેનાથી આપણા શરીર ને ઓછું નુકશાન થાય છે.

ઇડરના હિંગળાજ નાં ખેડૂત ભાવિક પટેલ દેશી રીતે ગૌમૂત્ર અને ગોબર નાં ઘન જીવામૃત બનાવી ને પોતાના ખેતરમાં છંટકાવ કરી પાકનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ઉપરાંત આ ખાતર ને બેગમાં પેકિંગ કરી ને 350 રૂપિયે 50 કિલો પ્રમાણે વેચી ને મહિને 40 હજાર ની કમાણી પણ કરે છે.

ઇડરના આ ખેડૂત સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભાવિકભાઈ પટેલ ગાયનાં ગૌમૂત્ર અને ગોબરમાંથી ઘન જીવામૃત બનાવી ને તેનો છંટકાવ કરી સંપૂર્ણ રીતે કુદરતી ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત આ પ્રાકૃતિક ખેતીનો લાભ અન્ય ખેડૂતો ને પણ મળે તે માટે તેઓ ખાતર બનાવી ને તેનું વેચાણ પણ કરી રહ્યા છે. જેનાથી તેમને સારી આવક પણ થાય છે.

પ્રાકૃતિક ખેતી કરતા ભાવિક ભાઈ નું કહેવું છે કે પોતે ખેડૂત પરિવાર નાં હોવાથી અને બાળપણ થી ખેતી સાથે જોડાયેલ હોવાથી છ વર્ષ અગાઉ સુભાષ પાલેકર ની પ્રાકૃતિક ખેતી ની ચર્ચા સાંભળી અને તેમાંથી પ્રેરણા મેળવી અને જાતે પોતાના ખેતરમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવાનુ નક્કી કર્યું હતું.

ભાવિક ભાઈએ બે વર્ષ અગાઉ 400 બેગ ખાતર બનાવ્યું હતું. ત્યાર બાદ દિવાળીના સમયે 500 બેગ જેટલું ખાતર બનાવી અને વેચાણ કર્યું હતું. હાલમાં ઉત્પાદન વધારી ને 2000 બેગ ખાતર બનાવી ને વેચાણ કરે છે અને 350 રૂપિયામાં 50 કિલો ની બેગ વેચે છે.

ખેડૂત પોતના ખેતરમાં અલગ અલગ 14 પ્રકારની શાકભાજી વેચે છે. જેમાં પપૈયા, ગીલોડી, ગવાર, મરચા, ગલકા, ટામેટા, કરેલા, ચોળી, છે. આ શાકભાજી નું પોતેજ વેચાણ કરે છે. ખેતર પાસેથી પસાર થતા હાઈ વે પર સ્ટોલ લગાવે છે. શાકભાજી થી દિવસે લગભગ 3 હજાર ની કમાણી કરે છે.

Leave a Comment