છોકરો તળાવમાં નાહવા ગયો અને અમીબા નાક મારફતે ઘૂસી ને મગજ ખાઈ જતાં મોત.

અમીબા વિશે આપણે ભણતા ત્યારે સાંભળ્યું જ હશે તે એક પાણીમાં રહેતું પ્રાણી છે. અમીબા ને લઈને કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 15 વર્ષના છોકરાનું મોત થયું છે. આ છોકરો તળાવમાં નાહવા ગયો અને નાક મારફતે અમીબા શરીરમાં ઘૂસી ગઈ.

કેરળમાં એક 15 વર્ષનો કિશોર ગંદા પાણીમાં રહેતી અમીબા નાં ચેપને કારણે મૃત્યુ પામ્યો છે. આ અમીબા ને વૈજ્ઞાનિક ભાષામાં gaegleria fowleri કહેવામાં આવે છે અને તેને સિમ્પલ રીતે મગજ ખાનાર અમીબા પણ કહેવામાં આવે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે મગજમાં જઈને તે બ્રેન તિષ્યું ને મારી નાખે છે.

જાણકારી મુજબ મૃત્ય પામેલ બાળકનું નામ ગુરુ દત છે. અને તે ધોરણ 10 માં અભ્યાસ કરતો હતો. તેને પ્રાથમિક રીતે અમેબિક મેનિંગોવાંસ્ફળીસ નો ચેપ હતી તેના કારણે સતત તાવ અને એટેક આવી રહ્યા હતા. જોકે તેની તપાસ કરાવતા તેને ચેપ હોવાનું સામે આવ્યું હતું. આ બાળક ને 1 જુલાઈ એ અલ્પુઝા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. પાછળથી જાણવા મળ્યું કે તેને એક તળાવ માં નાહવા ગયા પછી આની ચપેટમાં આવી ગયો હતો.

આ બાબત ને લઈને કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જ બાળકના મોતની માહિતી આપી હતી. આ સાથે લોકોને પણ ચેતવણી અપાવવામાં આવી છે કે દૂષિત કે ગંદા પાણીમાં નાહવાનું ટાળો. કારણ કે અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે.

Leave a Comment