વરસાદ ને લઈને હવામાન વિભાગ ની મોટી આગાહી.

ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે. હાલમાં અનેક જગ્યાએ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા વરસાદે ધબધબાટી બોલાવી છે. તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે.

7 થી 12 જુલાઈ સુધી માં વરસાદ ને લઈને ભારે આગાહી કરવામાં આવી છે. નવસારી,સુરત,વલસાડ, ડાંગ માં 15 ઇંચ થી વધુ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા મા 8 ઇંચ વરસાદ અને પાટણ,મહેસાણા,વડોદરા, આણંદ માં 4 ઇંચ વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ ને લીધે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

રાજયમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જેમાં આજથી વરસાદ વરસવાનું જોર પકડશે. 7 અને 8 જુલાઈએ ગુજરાતના અમદાવાદ અને અન્ય કેટલાક શહેરોમાં વરસાદ વરસશે.

8 જુલાઈ શનિવાર નાં રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, જૂનાગઢ, વલસાડ, અને ગીર સોમનાથ માં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ વરસાદ ને લઈને હવામાન વિભાગ તરફથી ભારે આગાહી કરવામાં આવી છે.

Leave a Comment