એ સિપાહી ની દર્દનાક કહાની, જેની લવ સ્ટોરી પર બની હતી સની દેઓલ ની ગદ્દર ફિલ્મ…

આજથી 22 વર્ષ પહેલા રિલીઝ થયેલ ગદ્દર એક પ્રેમ કથા ફિલ્મ એ દેશભરમાં ડંકો વગાડી દીધો હતો ગદ્દર ફિલ્મમાં અમીષા પટેલ અને સની દેઓલ ની જબરજસ્ત જોવા મળી હતી જેમાં સની દેઓલના દમદાર ડાયલોગ આજે પણ લોકોના મોઢે છે હવે 22 વર્ષ પછી ગદ્દર ફિલ્મની સિક્વલ લાવવામાં આવી છે, જેના કારણે દર્શકો ખુબ ઉત્સાહિત છે.

ટુંક સમયમાં રિલીઝ થઈ જવા રહેલ ગદર 2ના ટીઝરમાં ફરી એકવાર તારા સિંહ અને સકીનાની વાર્તા જોવા મળી રહી છે, જેના પછી લોકો હવે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને એ ખબર નહીં હોય કે જેના પર આ ફિલ્મ બની છે એ કોણ છે. તમને પણ જણાવી દઈએ કે આ ફિલ્મ બુટા સિંહ નામના વ્યક્તિ પર આધારિત છે. અને જેના પર ગદર ફિલ્મ બની છે.

ગદ્દર નો અસલી સ્ટાર આ છે
વાચક મિત્રો તમને જણાવી દઈએ કે સની દેઓલે ભલે ગદર એક પ્રેમ કથામાં તારા સિંહની ભૂમિકા ભજવી હોય, પરંતુ આ ફિલ્મ એક સાચી પ્રેમ કહાની પર આધારિત છે. આ વાર્તા બુટા સિંહના જીવન પરથી પ્રેરિત છે જેણે ભારતથી પાકિસ્તાન સુધીના લોકોને પોતાના પ્રેમની શક્તિથી હલાવી દીધા હતા. બીજી બાજુ અમીષાએ ભજવેલી મુસ્લિમ છોકરી ઝૈનબ નામની છોકરીથી પ્રેરિત કહાની હતી.

હકીકતમાં, જણાવી દઈએ કે 1947ના ભાગલા વખતે જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે ઝૈનબ નામની છોકરી ફસાઈ ગઈ હતી, અને જેનો જીવ બુટા સિંહે બચાવ્યો હતો. તેના બાદ થી બંને પ્રેમમાં પડ્યા હતા અને બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.અને તેમને એક પુત્રી પણ હતી, બંનેએ એકબીજા સાથે ઘણો સમય વિતાવ્યા બાદ બુટા સિંહે ઝૈનબને તેના પરિવારને મળવા પાકિસ્તાન જવા દીધી, પરંતુ એ વાત ની ખબર ન હતી તે પાછી નહીં આવી શકે

પ્રેમ ન મળ્યો તો ટ્રેનની સામે કૂદીને મોત વ્હાલું કર્યું
બુટા સિંહે સારું વિચારીને ઝૈનબ ને તેના પરિવાર સાથે મળાવી હતી પરંતુ ત્યાં જ ઝૈનબના પરિવારે તેના લગ્ન તોડીને તેના પિતરાઈ ભાઈ સાથે તેના લગ્ન કરાવી દીધા, ત્યારબાદ બુટા સિંહ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન પહોંચ્યો અને ત્યાંથી પકડાઈ ગયો. જ્યારે તે કોર્ટમાં હાજર થયો ત્યારે તેણે તેનું નામ જણાવ્યું અને તેની આંખો સામે પુત્રી પણ બતાવી. પરંતુ જ્યાં તેની પત્નીએ પછીથી તેની સાથે લગ્ન કરવાની સંપૂર્ણ ના પાડી દીધી. તેના પછી બુટાએ તેની પુત્રી સાથે 1957માં ટ્રેનની સામે કૂદી ને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પુત્રી બચી ગઈ હતી. મિત્રો અમારી માહિતી પસંદ આવી હોય તો પેજને લાઈક કરી દેવા વિનંતી.

Leave a Comment