ફેન્સ સાથે રાંચીમાં ધોની એ મનાવ્યો પોતાનો જન્મદિવસ, વિડિઓ સામે આવ્યો…

ગઈ કાલે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ હતો તેઓ ગઈ કાલે 42 વર્ષના થઈ ગયા. મહેન્દ્રસિંગ ધોની સોસીયલ મીડિયામાં એકટીવ નથી રહેતા અને જાહેર જીવનમાં પણ ખુબ ઓછા બહાર જોવા મળે છે ભાગ્યે જ તેઓ જોવા મળતા હોય છે એટલે એમના ફેન્સ થી જોવા અને સાંભળવા માટે હંમેશા ઉત્સુકતા રહે છે. હવે તેના વચ્ચે જન્મદિવસ સમયનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તે ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારતો જોવા મળે છે.

વીડિયો વાયરલ થયો હતો
સામે આવેલો વિડિઓ ચોખ્ખો નથી દેખાતો પરંતુ જ્યારે વીડિયો શરૂ થાય છે ત્યારે કેટલાક ફેન્સ ધોની ધોનીની બૂમો પાડતા જોવા મળે છે. તેજ સમયે કેટલાક ચાહકો માહીને હેપ્પી બર્થ ડે કહેતા સાંભળવા મળે છે. જેમાં ફેન્સ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે સામે આવેલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ધોનીના કદનો એક વ્યક્તિ કેટલાક મિત્રો સાથે ટેરેસ પર ઊભો છે.

આભાર માનતા જોવા મળ્યા
ધોની ચાહકો તરફ હાથ હલાવીને તેમનો આભાર માનતો જોવા મળે છે જેને તમે વિડીઓમાં જોઈ શકો છો ધોની ના ચાહકો આ વિડિઓ ને ખુબ પસંદ કરી રહ્યા છે અને જન્મદિવસ ની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે વાચકમિત્રો આ વિડિઓ તમને કેવો પસંદ આવ્યો કોમેંટમાં અમને જણાવી શકો છો.પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Comment