ગુજરાતનું આ અદભુત હિલ સ્ટેશન જ્યાં ગુજરાતીઓ ને મોજ પડી જાય!

આપણે સૌ ચોમાસુ શરૂ થાય એટલે ફરવા જવા માટે વિચારીએ છીએ. ચોમાસું શરૂ થાય એટલે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા અને હિલ સ્ટેશન એ જવાનું વધારે પસંદ કરતા હોય છે. આપણે જાણીએ છીએ છે કે સાપુતારા ગુજરાત અને દેશભરમાં હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પ્રકૃતિ પ્રેમીઓ અને ફરવા નાં શોખીનો માટે સાપુતારા પહેલી પસંદ છે.

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સાપુતારા જેવું જ વિલ્સન હિલ અને દક્ષિણ ગુજરાત નાં પ્રયતકો માટે જાણીતું છે. વાદળો વચ્ચે આવેલ આવેલ વિલ્સન હિલ નાં ડુંગરો, ઝરણાં અને ધોધ નાં કારણે વિલ્સન હિલ ને પણ સાપુતારા જેવી જ વિકાસની શકાયત્તાઓ જોવા મળી રહી છે.

ચોમાસાની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે.  અહી લોકો ફોટોશૂટ અને વિડિયો બનાવી ને અનેરો આનંદ લેતા હોય છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ સ્થળ સોળે કાળા એ ખીલી ઉઠે છે.

વિલ્સન હિલ શ્યાડ્રી પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકાના નવા ગિરિમથક તરીકે વસેલું છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના છેવાડાના વિસ્તારમાં પર્વતની ટોચ પર દરિયાઈ સપાટી થી 2300 ફૂટ જેટલી ઊંચાઈ પર વસેલું પંગારબારી ગામે આવેલું આ નયનરમ્ય સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે આ અદભુત સ્થળ છે.

Leave a Comment