ગૌ શાળામાં સેવા કરતા કરતા શિક્ષણ મેળવ્યું, પહેલા પ્રયાસમાં બની ગઈ જજ, સમાજ માં ઉત્તમ દાખલો બેસાડ્યો…

ગુજરાતી માં એક કહેવત છે કે અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી અને એ કહેવત સોનલ શર્મા નામની યુવતીએ બિલકુલ સાચી સાબિત કરી દીધી છે હકીકત માં આ છોકરીએ અઘરા સંઘર્ષ વચ્ચે પોતાની મહેનતના બળ પર પ્રથમ પ્રયાસમાં જ જજ બનીને સાબિત કરી દીધું છેકે જો સાચા દિલથી મહેનત કરે કંઈપણ મેળવી શકાય છે.

મિત્રો વિગતે વાત કરીએ તો સોનલ શર્મા તેની માતા ખયાલી શર્માના ચાર સંતાનોમાંથી એક છે. સોનલ સવારે 4:00 વાગ્યાથી જાગી જાય છે અને તેના ઘરે હાજર ગાયોની સેવા કરવાનું શરૂ કરે છે અને ગે ભેંસનું છાણ પણ નાખી દેછે હવે આવો જાણીએ સોનલના સંઘર્ષ અને મહેનત વિશે.

Screenshot 1 19

2018 માં મેજિસ્ટ્રેટ પરીક્ષા પાસ કરી હતી

સોનલ શર્મા વર્ષ 2018માં પ્રથમ વખત ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પ્રથમ પ્રયાસમાં જ મેજિસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી હતી સોનલ વિશે દરેકને એક જ વાત કહેવાની છે કે તેણીમાં એટલી પ્રતિભા છે કે તેણે કોઈ પણ સંજોગોમાં હાર ન માનવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ જ તેને અન્ય લોકોથી અલગ બનાવે છે.

sonalsharmajudgeudaipur 1608892243

કોઈ ટ્યુશન કે કોચિંગ નથી કર્યું પરંતુ…

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સોનલ શર્મા એ મેજિસ્ટ્રેટની પરીક્ષા માટે ક્યારેય કોઈ ટ્યુશન કે કોચિંગનો આશરો લીધો નથી ખુદ જાતે મહેનત કરીને મોટી સિદ્ધિ મેળવી છે સોનલ અત્યારે જજ તરીકે કામ કરી રહી છે અને જ્યારે પણ લોકો તેને પૂછે છે કે આર્થિક તંગી હોવા છતાં તેણીએ કેવી રીતે અભ્યાસ કર્યો તેના પર તે કહે છેકે તેના ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે કોઈ કોચિંગ કે ટ્યુશનમાં જઈ શકે.

The logically 12 20

આવી પરિસ્થિતિ માં તેના અભ્યાસ માટે વહેલી કોલેજ જતી અને પુસ્તકાલયમાં પુસ્તકો સાથે વધુને વધુ સમય નીકાળતી સોનલે વધુમાં જણાવ્યું કે તેણે ક્યારેય તેના પિતા પાસેથી બિનજરૂરી વસ્તુઓ માટે પૈસા માંગ્યા નથી કારણ કે તે જાણતી હતી કે તેના પિતા પર પહેલેથી જ ઘણું દેવું છે. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે સોનલ તેના માતા-પિતાને તમામ ખુશીઓ આપી રહી છે અને લોકો માટે એક દાખલો બેસાડી રહી છે. મિત્રો પોસ્ટ ગમી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Comment