તાજમહેલ ફરવા આવેલા પ્રવાસી ને ઢોર માર મારવામાં આવ્યો, દુકાનમાં ઘૂસીને…

વિશ્વની અજાયબી કહેવાતી આગ્રા ના તાજમહેલ નો એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આગ્રાની મુલાકાત લેવા આવેલા એક પર્યટકને ભારે માર મારવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ પર્યટક તાજ જોવા માટે દિલ્હીથી આગ્રા પહોંચ્યો હતો, જ્યારે તેની કાર રસ્તા પર કોઈને અડી ગઈ હતી જેના પછી લોકો ગુસ્સે થઈ ગયા અને પ્રવાસીને ઢોર માર મરવામાં આવ્યો. જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

જ્યારે પ્રવાસી પોતાનો જીવ બચાવવા નજીકમાં આવેલી દુકાનમાં ઘૂસ્યો ત્યારે આરોપીએ તેને ત્યાં પણ છોડ્યો ન હતો. સામે આવેલા વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છેકે પાંચ થી છ લોકો લોકો પર્યટક સાથે લાકડીઓથી મારપીટ કરી રહ્યા છે. તેઓ પ્રવાસીઓને લાત અને મુક્કા મારી રહ્યા છે. આ દરમિયાન દુકાનદાર લોકોને સમજાવવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો વચ્ચે આવીને લોકોને સમજાવવાનો પ્રયાસ પણ કરે છે. પ્રવાસી માફી પણ માંગી રહ્યો છે.

વિડિઓ સામે આવ્યા બાદ આગ્રા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ ની શોધ કરવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે આરોપીઓને જરા પણ છોડવામાં આવશે નહીં પોલીસ કમિશનરેટ આગરાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું છે કે પર્યટક પર હુમલાથી સંબંધિત વાયરલ વીડિયોની જાતે જ નોંધ લેતા, પોલીસ સ્ટેશન તાજગંજએ તાત્કાલિક આરોપો નોંધ્યા છે જેમાં 5 આરોપીઓ ને પકડવામાં આવ્યા છે.

Leave a Comment