ખેતરમાં પડયું ચંદ્રયાન નું રોકેટ ! , જાણો વિગતવાર.

આપણે જાણીએ છીએ છે કે ભારતે તેનું ચંદ્રયાન 14 જુલાઈ એ લોન્ચ કર્યું છે. ભારત ના આ ચંદ્રયાન ની ઐતિહાસિક સિદ્ધિ જોઈને દુનિયાની નજર ભારત પર છે. આ ચંદ્રયાન તેની 40 થી 45 દિવસ ની સફર બાદ ચંદ્ર પર લેન્ડ થશે.ચંદ્રયાન તેના મશીન ને લઈ જતી વખતે જેમ જેમ ઉપર જાય તે રીતે તેના અમુક ભાગ ને છૂટું પાડતું જતું હોય છે. તેવો જ કોઈ રોકેટ જેવો કાટમાળ ઉતર પ્રદેશ નાં સંત કબીર વિસ્તારમાં એક ખેતરમાં પડ્યો હતો. 

UP ના સંત કબીરનગર વિસ્તારમાં કોઈ મિસાઈલ આકારની બે વસ્તુઓ ડાંગરના ખેતરમાં પડી હતી. જેનાથી આજુબાજુના વિસ્તારના લોકોમાં ડર નો માહોલ સર્જાયો હતો. આ અફરા તફરી નાં માહોલ વચ્ચે ગામ લોકોએ પોલીસ ને જાણ કરી હતી. ગામ લોકોએ પોલીસ ને જણાવ્યું કે મિસાઈલ આકારની બે વસ્તુઓ આકાશમાંથી ખેતરમાં પડી છે. માહિતી મળતાં જ પોલીસ ભારે ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આકાશમાંથી પડેલી મિસાઈલ જેવી વસ્તુ પાસે જવાની પહલા તો કોઈને હિંમત થતી ન હતી પરંતુ પોલીસ નાં આવ્યા બાદ ભારે ભીડ જોવા માટે પહોંચી ગઈ હતી.

આ ઘટના ઉતર પ્રદેશ સંત કબીર નગરનાં કોતવાલી ખલીલબાદ વિસ્તાર નો છે. જ્યાં બપોરે એક વાગ્યા નાં સમય ની આજુબાજુ ભારે આવાજ સાથે મિસાઈલ જેવા આકાર ની બે વસ્તુઓ આકાશમાંથી ડાંગરના પાણી ભરેલા ખેતરમાં પડી હતી. આ મિસાઇલ જેવી વસ્તુઓ પડતા ખેતરમાં કામ કરતા ખેડૂતો ભયભીત થઈને ગામ માં ભાગી ગયા હતા.

આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસ ને જાણ કરી હતી. ઘટના સ્થળે SP સહિત પોલીસ જવાનો તૈનાત થઈ ગયા હતા અને બંને મિસાઈલ આકારની વસ્તુઓ ને સિક્યોર કરી દીધી હતી. હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે એરફોર્સ ને જાણ કરી છે. અને આ કોઈ વિમાન નાં ફ્યુલ ટેન્ક જેવી વસ્તુ લાગી રહી છે. પરંતુ તેની તપાસ થશે.

હકીકત માં આ વસ્તુ શું હતી : 

એરફોર્સ નાં અધિકારી નાં જણાવ્યા મુજબ આ એક ફાઇટર પ્લેન નું ફયુલ ટેન્ક છે. જેને ફાઇટેર પ્લેન નું વેન્ટ્રેલ ડ્રોપ ટેન્ક કહેવામાં આવે છે. આ વેંટ્રેલ ડ્રોપ ટેન્ક પ્લેન ને એક્સ્ટ્રા ફ્યુલ માટે લગાવવા માં આવે છે. આને લગાવવા થી જેટ નું વજન ઓછું થઈ જાય છે. એટલું જ નહિ પરંતુ વેન્ટ્રેલ ડ્રોપ ટેન્ક નાં લીધે તેની ઝડપ 2100 કિમી પ્રતિ કલાક થઈ જાય છે. માનો કે ફાઈટેર પ્લેન માં આ ટેન્ક લાગેલી હોય તો તે 700 થી 800 કિમી વધારે ઉડાન ભરી શકે છે અને 59 હજાર ફૂટ ઊંચે પણ જઈ શકે છે.

Leave a Comment