27 વર્ષની યુવતીએ ભગવાન શિવ સાથે યુવતીએ કર્યા લગ્ન…

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક અલગ જ પ્રકાર ના લગ્ન જોવા મળ્યા છે આ લગ્નમાં પણ અન્ય લગ્નોની જેમ હળદર, મહેંદી, બારાત અને વરમાળા સંગીત સાથે થયા હતા, પરંતુ ચર્ચાનો વિષય હતો કન્યા નો વરરાજા. જાણીને તમને થોડું અલગ લાગશે પરંતુ જણાવી દઈએ કે આ લગ્ન કોઈ છોકરા સાથે નહિ પરંતુ ભગવાન શિવ સાથે થયા હતા. હા મિત્રો ઝાંસીની ગોલ્ડીનાં લગ્ન સાવન માસમાં ભગવાન શિવ સાથે થયાં હતાં.

શિવજી ને લગ્નની જેમ શણગારવામાં આવ્યા
વાત ગઈ કાલ ની છે વિગતવાર જાણીએ તો રવિવારે ઝાંસીમાં ભગવાન શિવના શિવલિંગને વરરાજાની જેમ શણગારવામાં આવ્યા હતા અને કન્યા શિવજીને ધામધુમથી ઘરે લઈ ગઈ હતી કન્યાએ તેને હાર પહેરાવીને પોતાનો જીવનસાથી બનાવ્યો. ભગવાન શિવને પતિ તરીકે સ્વીકારતા કન્યાએ કહ્યું કે હવે મારું આખું જીવન ભગવાન શિવને સમર્પિત છે.

લગ્નમાં હજારો લોકો જોડાયા
લગ્ન સમય નો એક વિડિઓ પણ સામે આવ્યો છે જણાવી દઈએ કે આ લગ્નમાં લગ્નની તમામ વિધિઓ કરવામાં આવી હતી. ભગવાન શિવ લગ્નની જાન લઇને બધા ધામધૂમથી પહોંચ્યા હતા અને લગ્ન કર્યા. લગ્નમાં એટલા બધા લોકો આવ્યા હતા કે લોકો માટે બેસવા માટે ખુરશીઓ ઓછી પડી હતી. જોકે લોકોએ જમીન પર બેસીને લગ્ન નિહાળ્યા હતા લગ્ન પછી લોકોને ભોજન પીરસવામાં આવતું હતું. લગ્ન કર્યા બાદ યુવતી ગોલ્ડી કહે છે કે હવે હું ભેલમાં આવેલા બ્રહ્માકુમારી આશ્રમમાં ભગવાન શિવ સાથે રહીશ અને લોકોની સમાજ સેવા કરીશ.

Leave a Comment