નવસારીમાં લવ જેહાદ કેસના આરોપી અસીમ સેખનું પોલીસે કાઢ્યું સરઘસ.

આપણે રોજબરોજ જોઈએ છીએ છે કે લવ જેહાદ નાં બનાવો ખુબજ વધતા જાય છે. લવ જેહાદ ને લઈને સરકારે કાયદો પણ બનાવ્યો છે. ત્યારે નવસારીમાં પણ લવ જેહાદ નો બનાવ સામે આવ્યો છે. નવસારીમાં હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપીને અસીમ સેખ નામના યુવક ની ધરપકડ કરવામાં આવી છે. અસીમ શેખ યુવતી ને લગ્નની લાલચ આપી તેને ફોસલાવી ને અનેક વખત દુષ્કર્મ કર્યું હતુ.

નવસારીના ખેરગામમાં ચકચાર મચાવી દેનાર લવ જેહાદ કેસના મુખ્ય આરોપી અસીમ શેખનું પોલીસે જાહેરમાં બજાર વચ્ચે સરઘસ કાઢ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત રાખીને આરોપી અસીમ શેખનું સરઘસ કાઢ્યું ત્યારે લોકોના ટોળેટોળાં તેને જોવા માટે ઉમટી પડ્યા હતા.

લવ જેહાદ નાં આરોપી અસીમ શેખ પકડાયો અને તેનું સરઘસ કાઢતા હિન્દુ સંગઠનો ખુશીની લાગણી થી શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ પણ પોલીસ ની કામગીરી ની પ્રશંસા કરી હતી.

શું હતો સમગ્ર મામલો! :

નવસારી જિલ્લામાં ખેરગામ માં રહેતો અસીમ શેખ નામના યુવકે હિન્દુ સગીરા ને પ્રેમજાળમાં ફસાવી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ખેરગામ પોલીસમાં ફરિયાદ નોધાઇ હતી. આ ફરિયાદ મુજબ અસીમ શેખે 2019 થી એક હિંદુ યુવતી ને પ્રેમ માં ફસાવી ને તેને લગ્ન નો વાયદો આપીને અનેક વખત તેની સાથે સબંધ બાંધ્યા હતા.

છોકરી તેનો ઈરાદો જાણી જતા તેનો વિરોધ કર્યો. જોકે ધમકાવી અને મારપીટ પણ કરી. આ મામલે પીડિતાએ છેવટે ફરિયાદ નોંધાવી અને અને પોલીસ એ એક્શન લીધી અને પોલીસે આરોપીની મુંબઈ થી ધરપકડ કરી. અસીમ શેખને મંગળવારે કોર્ટમાં રજૂ કરતાં 10 દિવસ નાં રીમન્ડ મંજૂર કર્યા છે.

આરોપી અસીમ શેખ અનેક ગુનાહિત ઇતિહાસ પણ ધરાવતો હોવાનુ સામે આવ્યું છે. તે નવસારી જિલ્લાનો માથાભારે બુટલેગર પણ છે. તેના પર અલગ અલગ 18 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે.

Leave a Comment