પ્રેમમાં પાગલ પાકિસ્તાન પહોંચેલી અંજુએ કહ્યું સીમા હૈદર થી મારી સરખામણી યોગ્ય નથી…

પાકિસ્તાન થી આવેલ સીમા હૈદર મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી પરંતુ હજુ તે મુદ્દો સાંત નથી પડ્યો ને ભારત ની મહિલા અંજુ પાકિસ્તાન પહોંચી એ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મિત્રના લગ્ન માટે રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજુએ સીમા હૈદર સાથે પોતાની સરખામણી કરવામાં આવતા તેણીએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અંજુનું કહેવું છેકે તે પાકિસ્તાનમાં વિઝા લઈને અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ ઈસ્લામાબાદ આવી છે.

ફેસબુક દ્વારા મિત્ર બન્યા
વર્ષ 2020 માં અંજુએ ફેસબુક દ્વારા પાકિસ્તાનના નસરુલ્લા સાથે મિત્રતા કરી હતી આ દરમિયાન બંને વચ્ચે લાંબી વાતો શરૂ થઈ તેઓ ગાઢ મિત્ર બની ગયા અને પછી અંજુ તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાન ગઈ. અંજુએ જણાવ્યું કે તમામ તપાસ એજન્સીઓની પૂછપરછ કર્યા પછી જ તેને પાકિસ્તાનના વિઝા મળ્યા. તેના સીવાય તમામ પાકિસ્તાની અધિકારીઓને પણ તેના પાકિસ્તાનમાં રહેવાની જાણકારી છે. વિઝા મુજબ અંજુને 30 દિવસ સુધી પાકિસ્તાનમાં રહેવાની મંજરી આપવામાં આવી છે.

પાકિસ્તાની અધિકારીઓએ આ બાબતે શું કહ્યું?
પાકિસ્તાન હાઈ કમિશન દ્વારા અંજુના પાકિસ્તાન પહોંચ્યા ની પુષ્ટિ કરવામાં આવી છે. હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે ભારતીય મહિલા અંજુને તેના મિત્ર નસરુલ્લા સાથે 30 દિવસ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવી છે. તપાસમાં તમામ દસ્તાવેજો સાચા હોવાનું જાણવા મળ્યું છે.

તેના પહેલા મૂળ પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર અને સચિન મીનાનો PUBG પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો હતો. પાકિસ્તાનની સીમા હૈદર ત્રણ દેશોની સરહદ ઓળંગીને નેપાળ થઈને તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ હતી. હાલમાં યુપી એટીએસની ટીમ સરહદ પરથી સતત પૂછપરછ કરી રહી છે. તે જ સમયે, સીમા અને સચિને પણ રાષ્ટ્રપતિને નાગરિકતા મેળવવા માટે અરજી કરી છે. આ બાજુ અંજુએ પોતાને સીમા સાથે ન સરખાવવા માટે મીડિયાને અપીલ કરી છે.

Leave a Comment