માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો : ગળામાં રૂમાલ લપેટીને રમતી હતી 5 વર્ષેની બાળકી, માતાએ બૂમ પાડી તો.

આજકાલ અનેક બનાવો વધતા જાય છે તેવામાં સુરતમાંથી માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ઘરની બારી પાસે ફોનમાં ગેમ રમતા રમતા ગળે ફાંસો લાગી જતાં પાંચ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ અંગે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઓરિસ્સા નાં વતની અને હાલમાં કોસાડ આવાસ ખાતે રહેતા મનોજકુમાર જૈના એક કારખાનામાં મજૂરી કરીને પોતાની પત્ની અને પાંચ વર્ષની બાળકીનું ગુજરાન ચલાવતા હતા. ગત 21 જુલાઈએ મનોજભાઈ કામથી બહાર હતા. આ દરમિયાન તેમની 5 વર્ષની દીકરી અસ્પિતા મોબાઈલમાં ગેમ રમી રહી હતી. જ્યારે તેમના પત્ની રસોઈ બનાવી રહ્યા હતાં.

તે સમયે બાળકી ફોનમાં નેટવર્ક નાં આવતા બારી પાસે ગઈ હતી. ત્યારે તેનો પગ લપસતાં તેણે ગળામાં પહેરેલો ગમછાનો ટુંપો લાગી ગયો હતો. જે બાદ માતાએ બૂમો પાડવા છતાં દીકરીએ કોઈ જવાબ આપ્યો ન હતો તેથી માતા તેના રૂમમાં ગયા હતા. જ્યાં બાળકી બેભાન અવસ્થામાં જોવા મળી હતી. તેથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જે બાદ માતાના પગ નીચેથી જમીન સરકી જાય તેવો આઘાત લાગ્યો હતો. તેઓ હોસ્પિટલમાં પોક મુકીને રડવા લાગ્યા હતા. આ બનાવ અંગે ની જાણ અમરોલી પોલીસ સ્ટેશન ને થતાં પોલીસ ની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અમરોલી પોલીસે અકસ્માત નો ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment