પિતાની સામે જ તણાઈ ગઈ દીકરી, બીજા દિવસે મળી લાશ.

આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવ સર્જાયું છે. જૂનાગઢમાં વરસાદે તબાહી બોલાવી હતી ત્યારે ઘણા એવા સમાચાર સામે આવ્યા હતા કે જે જોઈને સૌ કોઈ ચોકી જાય. આપણે સમાચાર અને અન્ય માધ્યમથી જૂનાગઢના તબાહી નાં દ્રશ્યો જોયા હસે.

હાલમાં જૂનાગઢમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં ગયા શનિવારે પડેલા ભારે વરસાદ ને કારણે રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. ઘણા લોકોના મકાન પડી ગયા હતા તો ઘણા નાં પશુ અને વાહનો પણ પાણીમાં તણાઈ ગયા હતા. તેવામાં એક કારમાં જઈ રહેલા પિતા પુત્રી પણ ફસાયા હતા.

વરસાદી પાણીમાં કાર તણાઈ જતાં સ્થાનિકોએ પિતાને તો બચાવી લીધા હતા પણ દીકરીને બચાવતા પહેલા તે તણાઈ ગઈ અને બીજા દિવસે તેની લાશ મળી. ત્યારે એક પિતાની નજર સામે જુવાન પરણિત દીકરી તણાઈ જતા પિતા આઘાતમાં ઢળી પડ્યા હતા અને પરિવાર શોકમાં ડુંબાય ગયો હતો.

દીપચંદા ધાંધલ ડો. સુભાષ એકેડેમી માં કમ્પ્યુટર એન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટ મા લેકચરમાં હતી. તેના પતિ ખાંભલા ની યુનિવર્સિટી માં ફરજ બજાવતા હતા અને તેના પિતા સાથે રહેતી અને રજાના દિવસોમાં પતિ જોડે રહેતી.  શનિવારે દીપચંદા કૉલેજથી છૂટયા બાદ તેના પિતા કાર લઈને લેવા માટે ગયા હતા. અને તે દરમિયાન ઘરે પરત જતા સમયે ભરડાવાવ પાસે દીવાલ ધરાશાયી થતા પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો. તેવામાં કાર રિક્ષા સહિતના વાહનો તણાયા. ત્યારે  દીપચંદા નાં પિતાને તો બચાવી લીધા પણ તેને બચાવી શકાય નહિ.

બધાએ એકબીજાનો હાથ પકડીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને દીપચંદા પણ લાઈટ નો થાંભલો પકડીને ઊભી હતી ત્યારે અચાનક તેની પકડ છૂટી ગઈ અને પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. તેને NDRF અને પોલીસે શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે એક ટેમ્પો નીચેથી તેની લાશ મળી આવી હતી.

Leave a Comment