118 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયું, ગુજરાતમાં વધુ એક બ્રિજ બેસી જતા પોલ ખુલી.

સરકાર અનેક કામ કરતી હોય છે પરંતુ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ છે કે અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો. તેવોજ એક બનાવ સુરત મા જોવા મળ્યો છે. બ્રિજ બનાવ્યા નાં એક જ મહિનામાં પુલ બેસી જતા કૌભાંડી કોન્ટ્રાકટ સામે અનેક સવાલો ઉભા થયા છે.

સુરત શહેર નો વારિયાજ બ્રિજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ બ્રિજ ચાલુ થયા નાં એક મહિનાની અંદર જ બ્રિજ ની હાલત કફોડી બની ગઈ છે. બ્રિજ નો એક ભાગ બેસી જવાથી વાહન ચાલકો જીવન જોખમે વાહન ચલાવી રહ્યા છે.

સુરતમાં ગઈકાલથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પહેલા વરસાદમાં જ ભ્રષ્ટાચારીઓ ની પોલ ખુલી ગઈ છે. કરોડો રૂપિયા નાં ખર્ચે તૈયાર થયેલા વેડ – વારિયાલ બ્રિજ નો એક ભાગ બેસી ગયો છે. સુરતમાં ઘણા રસ્તાઓ અને બ્રિજ વિવાદમાં રહ્યા છે ત્યારે વરિયાલ બ્રિજ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

સુરત શહેર માં બે અલગ અલગ જગ્યાએ રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. સારોલી સ્તિથી રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી ત્યાં એક ટ્રક અને એક ફોર વ્હીલ ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. જ્યારે પાંડેસર માં રોડ બેસી જવાથી એક ટેમ્પો ફસાઈ ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

 

Leave a Comment