120 વર્ષ જૂની ચોકલેટની થશે હરાજી! હવે ખાઈ શકાશે નહી છતાં આટલી છે કિમત

આપણે સામાન્ય રીતે બજારમાં ચોકલેટ જોતા હોઈયે છીએ તે 5 કે 10 રૂપિયામાં મળતી હોય છે પરંતુ એક 120 વર્ષ જૂની કેડબરી ચોકલેટ ની હરાજી થવા જઈ રહી છે. આ કેડબરી ખુબજ જૂની કંપની છે અને આ ચોકલેટની રસપ્રદ સ્ટોરી પણ છે. આ ચોકલેટ ને 1902 માં એક છોકરી ને ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી. આ છોકરીએ તે ચોકલેટ ને ખાવાના બદલે સંભાળી ને મૂકી દીધી હતી ત્યારથી લઈને આજ સુધી તેના પરિવારે આજ સુધી ચોકલેટ ને સાચવી રાખી છે. 

ચોકલેટ ની શું છે સ્ટોરી:

1902 માં ઇંગ્લેન્ડમાં કિંગ એડવર્ડ 3 અને રાણી એલેક્ઝાન્ડરા તાજપોશ સમયે આ ચોકેલટ બનાવવામાં આવી હતી. તે સમયે બાળકોને સામાન્ય રીતે મોંઘી ચોકેલટ્ટો મળતી ન હતી. માટે જ્યારે 9 વર્ષથી મેરી અનને આ ચોકલેટ ને સાચવી ને રાખી હતી. આજના સમયમાં આ ચોકલેટ ની કિંમત ખુબજ વધુ છે.

એક રિપોર્ટ મુજબ તેના પરિવારે આ વેનીલા ચોકલેટ ને પરિવારે વર્ષોથી સાચવી રાખી છે. પરંતુ હવે મેરીની પુત્રીએ તેને હરાજીમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. મેરીની પૌત્રી જીમ થોમશન 72 વર્ષની છે. આ ચોકલેટ ને લઈને હૈન્સનન નાં હરજીકરતા પાસે પહોંચી તો લોકોને તેના અસ્તિત્વ વિશે માહિતી મળી. આના પર ક્વીન અને કિંગ નાં ફોટા પણ છે.

આટલી છે કિમત 

આ ચોકલેટ માટે ઓછામાં ઓછાં 100 ડોલર થી લઈને 150 ડોલર સુધી બોલી લાગી શકે છે એટલે કે ભારતીય રૂપિયા 16 હજાર થાય. હરજીકર્તા મોર્યન ફેરલી એ કહ્યું છે કે આનાથી વધારે પણ કીમત આવી શકે છે. કારણ કે ક્યારેય લોકો ઇતિહાસ માટે આશા કરતા વધારે બોલી લગાવે છે. 120 વર્ષ જૂની આ ચોકલેટ ખાવા લાયક રહી નથી પરંતુ તેને ખોલવામાં આવે છે ત્યારે બહુ સુંદર સુંગંધ આવે છે.

Leave a Comment