અમદાવાદ: પોલીસે નબીરાઓ ની શાન ઠેકાણે લાવી દીધી.

આજથી અમદાવાદ સહિત આખા ગુજરાતમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ માટે મેગા ડ્રાઇવ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે અમદાવાદમાં ઘણા બધા કેશ ડ્રીંક એન્ડ ડ્રાઇવ નાં સામે આવ્યા છે. અમદાવાદ નાં મણિપુરમાં અકસ્માત ના આરોપી ને પોલીસે પાઠ ભણાવ્યો છે. બિયર પીને કાર ચલાવી અકસ્માત સર્જનાર કેદાર દવે અને તેના મિત્રોને પોલીસે જાહેરમાં પાઠ ભાણવ્યો છે.

જે સ્થળે તેઓએ અકસ્માત કર્યો હતો તે સ્થળે આજે તેમને લઈને પોલીસ પહોંચી હતી.  જે બાદ પોલીસે બરાબર ની કંકાસ બોલાવી હતી. પોલીસ નો કેદાર દવે અને તેના મિત્રોને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક પોલીસ કર્મી નલાયકો ને પકડી રાખે છે અને અન્ય પોલીસ કર્મી તેના પર દંડાવાળી કરે છે. આ દરમિયાન યુવકો પોલીસ ને કાગરતા જોવા મળી રહ્યા હોય છે.  

આ સમગ્ર ઘટના ની વાત કરીએ તો મણિપુર વિસ્તારમાં જવાહર ચોક પાસે પ્રભુ એપાર્ટમેન્ટ સામે 23 જુલાઈ ની રાત્રે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાય હતી. જોકે બાંકડા પર બેઠેલ વ્યક્તિઓ એ સમય સૂચકતા પોતાના જીવ બચાવ્યા હતા. આ અકસ્માત ની ઘટનામાં કાર ચાલક ને ઇજા પહોંચી હતી અને તે નશામાં ધુત હોવાનું જાણવા મળ્યું હતું.

ઘટના ની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના માં કાર ચાલક સહિત નબીરાઓ ને સ્થાનિકોએ પકડી ને પોલીસ હવાલે કર્યા હતા. પોલીસે કારની તપાસ કરી તો અંદર થી બિયર ની બોટલ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં ચારેય નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

 

Leave a Comment