36 વર્ષનો યુવાન બકરા પાળી ને વર્ષે કરે છે5 – 6 કરોડ ની કમાણી

આપણે જાણીએ છીએ છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણો દેશ ખેતી પ્રધાન હોવાને સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલો છે. ખેતરમાં માં કામ કરીને ખેડૂત સારી એવી આવક મેળવી શકે છે તેની સાથે ઘણા લોકો મરઘાં ઉછેર બકરા અને અને અન્ય રીતે પણ લાખો રૂપિયા કમાઈ શકે છે.

આનું એક સાચું ઉદાહરણ 36 વર્ષના યુવાન નિલેશ જાદવે પુરૂ પડ્યું છે. તેઓ બકરા નો ઉછેર કરી ને વર્ષે કરોડો રૂપિયા નો ધંધો કરી લે છે. નિલેશ જાદવ પુના નાં દોંડ ખાતે રહે છે. આ વ્યક્તિ અનેક લોકોને પશુપાલન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

આ યુવાન માંસ માટે બકરા નો ઉછેર કરે છે. આ કામ શરૂ કરવા માટે તેઓએ પર્સનલ લોન લીધી હતી. આ ધંધો કરવા માટે ની સૌથી મોટી વાત એ છે કે તેમાં નુકશાન થવાની શકયતા બહુજ ઓછી છે. સામાન્ય રીતે મરઘાં અને ડેરી જેવા ધંધામાં ક્યારેય આપણ ને નુકશાન થઈ શકે છે. પરંતુ બકરી નાં પાલન માં આવી નથી. બકરી ની વસ્તુ જલ્દી બગડવાની સંભાવના ઓછી રહે છે.

આની સામે બકરી નો ફાયદો તે પણ છે કે જો બકરી યોગ્ય સમયે વેચાય નહિ તો થોડા સમય પછી તેનો ભાવ વધી જાય છે. આ ધંધો શરૂ કરવા પ્રથમ તેમણે 10 લાખ રૂપિયા જેટલી લોન લીધી હતી. અત્યારે તેમણે આ ધંધા થકી કરોડો રૂપિયા વાર્ષિક કમાઈ રહ્યા છે.

નિલેશ જાદવ 15 વર્ષથી પણ વધુ સમય થી બકરી નાં ધંધા સાથે જોડાયેલા છે. આ સમય મા ઘણી વખતે તેઓ નિરાશ પણ થયા હતા તેમણે એક સમયે આ ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આજે ખુબજ મોટી આવક મેળવી રહ્યા છે.

 

 

Leave a Comment