ખેડૂત 7 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદશે, બેંકમાં નોકરી છોડી ને શરૂ કરી હતી આ ખેતી.

આજનો જમાનો બદલાઈ ગયો છે. હાલમાં આપણે જે વિચાર્યું પણ નાં હોય તે થતું હોય છે. આપણે સમાચાર જગત મા અનેક કહાનીઓ સંભાળીએ છીએ તેવી એક કહાની છે આ ખેડૂત ની કે જે 7 કરોડ રૂપિયા નું હેલિોપ્ટર ખરીદશે.

ખેડૂત રાજારામ ત્રિપાઠી હાલના સમયમાં 25 કરોડ રૂપિયા વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા માં દતેશ્વરી સંગઠન નાં ceo છે. તેઓ 400 થી પણ વધુ આદિવાસી પરિવાર સાથે એક હજાર એકર જમીનમાં ખેતી કરે છે. આ સમૂહ યુરોપના દેશો અને અમેરિકન દેશોમાં કાળા મરીનો નિકાસ કરે છે.

રાજારામ ત્રિપાઠી નો પૂરો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે અને તેઓ હવે 7 કરોડ રૂપિયાનું નવું હેલિકોપ્ટર ખરીદવા જઈ રહ્યા છે. સફેલ મૂસળી અને કાળા મરીના સૌથી મોટા ખેડૂત રાજારામ ત્રિપાઠી ખેતરમાં દેખરેખ ની સાથે હેલિકોપ્ટર પણ ખરીદશે. રાજારામ ત્રિપાઠી સર્વ શ્રેષ્ઠ ખેડૂત તરીકે ચાર વખત સન્માનિત થયેલા છે.

રાજારામ ત્રિપાઠી હાલમાં 25 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવે છે. અને તેઓ માં દતેશ્વરિ ગ્રુપના ceo પણ છે. તેઓ વર્ષોથી આદિવાસી પરિવારો સાથે રહીને કાળા મરી ની ખેતી કરે છે. કાળા મરીની ખેતી માટે તેઓએ ગ્રીન હાઉસ પણ બનાવ્યા છે. તેઓ 40 વર્ષ સુધી પ્રતિ એકરે કરોડો રૂપિયાની આવક મેળવી શકે છે.

ખેડૂત રાજારામ ત્રિપાઠી નાં જણાવ્યા મુજબ ઇંગ્લેન્ડ અને જર્મની પ્રવાસ દરમિયાન મે જોયું છે કે ત્યાં દવા અને ખાતર નો છંટકાવ કરવા માટે હેલિકોપ્ટર નો ઉપયોગ કરે છે. પોતાની એક હજાર એકર જમીન માં દવા નાં છંટકાવ કરવા માટે આ હેલિકોપ્ટર નો ઉપયોગ કરશે.

Leave a Comment