ઝુંપડપટ્ટી માં રહેતી દિકરી ઈંગ્લેન્ડ માં ભણવા ગઈ, નાનપણમાં તેણે બીજાના ઘરે વાસણા ધોયા.

સંઘર્ષ ની સાથે કિસ્મત હોય છે તે આપણે બધા એ સાંભળેલું હોય છે. તમિલનાડુ રાજ્યમાં એક ગરીબ પરિવાર હતો જે રોજીરોટી ની શોધમાં મુંબઈ આવ્યો અને એક ચાલીમાં રહેવા લાગ્યો. ત્યાં કોઈ વ્યવસ્થિત રહેવા માટે જગ્યા નાં હતી.

દિકરી નાં જણાવ્યા મુજબ ગુજરાન ચલાવવા માટે દાદાની સાથે પિતાએ પણ મજૂરી કરવાનુ શરૂ કર્યું. તેઓ બાંધકામ નાં સ્થળો એ ઇટો અને રેતી નું કામ કરતા. પિતાને ભણતર વિશે કોઈ રસ ન હતો. મારા પિતા બાંધકામ સાઈટ પર મારી માતા ને મળ્યા હતા.

મારી માતા પણ મજૂરી કરતી હું થોડી મોટી થઈ ત્યારે મારા ભણતર ના ખર્ચને પહોંચી વળવા માટે હું ઘરે ઘરે જઈને લોકોના વાસણ ધોવાનું શરૂ કર્યું. લોકોના ટોઇલેટ પણ સાફ કર્યા.

ઘરની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે મે ઘણી વખત ફેકેલું અને પડેલું પણ ખાવા ખાધું છે. ખાવાનુ લાવવા માટે પણ પૈસા નાં હોતા. જીવનના ઘણા સંઘર્ષ બાદ હું આજે ઇંગ્લેન્ડ ની નામદાર યુનિવર્સિટી માં અભ્યાસ કરું છું.

મુંબઈ ની ઝુંપડપટ્ટી માં જન્મેલી 27 વર્ષની રાજેશ્વરી આજે ઇંગ્લેન્ડમાં પોર્ટસ માઉથ યુનિવર્સિટી માં માસ્ટર ડિગ્રીમાં  અભ્યાસ કરે છે.

 

Leave a Comment