માતા પિતા કેનેડામાં દીકરી નાં ઘરે ગયા અને ઘરે પુત્રએ મોટો ખેલ રચી નાખ્યો.

આપણે સમાચાર અને અન્ય જગ્યાએ સંભાળતા હોઈએ છીએ છે કે અમુક જગ્યાએ બનાવ બન્યો અમુક સ્થળે આ ઘટના ઘટી પરંતુ વડોદરા મા જે ઘટના બની છે તે ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના એવી છે કે આપણે બાપ તરીકે દીકરા પર વિશ્વાસ કરવો હોય તો પણ સો વાર વિચાર કરવો પડે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. માંજલપુર વિસ્તારમાં રહેતા માતા પિતા પોતાની દીકરી ને મળવા માટે તેમની દીકરી પાસે કેનેડા ગયા હતા. માતા પિતા વિદેશ ગયાનો લાભ લઈને કપાતર દિકરે માતા પિતા અને બહેન નાં નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી નાખી હતી. પુત્ર એ આ બોગસ દસ્તાવેજો ની મદદથી 19 વીઘા જમીન વેચી દીધી હતી. આ સમગ્ર મામલો ફૂટતા પિતાના બાપે જ દીકરા પર ફરિયાદ નોધાવી હતી. 

વડોદરા નાં માંજલપુર વિસ્તારમાં સુન્દરમ ફ્લેટમાં રહેતા ચંદ્રકાંત પટેલ અને તેમની પત્ની એક દીકરો અને બે પુત્રીઓ નાં નામે વાઘોડિયા તાલુકાના તરસવા ગામે 14 વીઘા ઉપરાંત ખેરવાડી ગામે 5 વીઘા જેટલી જમીન સ્યુક્તી જમીન આવેલી છે. તેઓ થોડા સમય પહેલા કેનેડામાં તેમની દીકરી નાં ઘરે ગયા હતા. તે દરમિયાન તેમને જાણ થઈ કે તેમની બંને જમીનો નાં બોગસ દસ્તાવેજો થયાં છે.

આ ઘટના ને લઈને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના દીકરા હર્ષે પટેલે જ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી છે. તેઓ અને તેમના પરિવાર વિદેશમાં હતા ત્યારે તેમના દીકરા હર્ષે બે અલગ અલગ જમીનો નું બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બંને જમીનો નાં પોતે માલિક છે તેમ કહી તરસાવા ગામની જમીન રોહિત ગોવિંદભાઈ અને ખેરવાડી ની જમીન સંજય રમણભાઈ ભરવાડ ને વેચી દીધી હતી.

માતા પિતા અને બે બહેનો ને જાણ વગર જમીન નો સોદો બારોબાર કરી નાખતા પિતાએ પોતાના પુત્ર પર વાઘોડિયા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે.

 

Leave a Comment