ડો આંબેડકર આવાસ યોજના 2024 | Ambedkar aavas Yojana online Apply 2024

આપણે જાણીએ છીએ છે કે સરકાર દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે ત્યારે ગરીબોના રહેઠાણ માટે સરકાર દ્વારા આંબેડકર આવાસ યોજના બહાર પાડી છે. આ યોજના હેઠળ ઘર વિહોણા ગરીબ પરિવારોને મળશે રૂપિયા 1.20 લાખ રૂપિયાની સહાય.

સરકાર ગુજરાત તેમજ દેશના લોકો માટે અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે. આ યોજનાઓ નો સીધો લાભ દેશના લોકો લેતા હોય છે. તેવામાં સરકાર દ્વારા આંબેડકર આવાસ યોજના લાવી છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિના ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા રહેવા લાયક નાં હોય તેમજ કાચું માટીનું મકાન ધરાવતા હોય તેવા કુટુંબો માટે આ યોજના બહાર પાડી છે.

આ યોજના હેઠળ મકાન બાંધવા માટે રૂપિયા 1,20,000 રૂપિયાની સીધી સહાય આપવામાં આવે છે. આ લાભ માટે ત્રણ હપ્તા માં પૈસા આપવામાં આવે છે. પહેલા હપ્તા માં રૂપિયા 40 હજાર, બીજા હપ્તા માં 60 હજાર, અને ત્રીજા હપ્તા માં 20 હજાર રૂપિયાની સીધી સહાય આપવામાં આવે છે.

ડો આંબેડકર આવાસ યોજના 2024 :

અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની કલ્યાણ કચેરી ગાંધીનગર દ્વારા ગરીબો માટે ડો આંબેડકર આવાસ યોજના ( dr Ambedkar aavas Yojana) નો લાભ આપવામાં આવે છે. Ambedkar aavas Yojana 2024 નાં ઓનલાઇન ફોર્મ e samaj Kalyan પરથી કરવામાં આવે છે.

ડો આંબેડકર આવાસ યોજનાનો હેતુ :

અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગરીબ ઘર વિહોણા અનુસૂચિત જાતિના કુટુંબો ને આ લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિના ઘર વિહોણા પરિવારનો જે લોકો ઘર ધરાવતા નથી કે ખુલ્લા પ્લોટમાં રહે છે તેમને આ યોજના નો લાભ આપવામાં આવશે.

“Also read “ ફ્રી સિલાઈ મશીન યોજના માટે અહી ક્લિક કરો 

ડો આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ :

આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજના નો લાભ અપાવવા આવે છે. આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં રૂપિયા 1.20 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

• આ યોજના હેઠળ પહેલા હપ્તામાં રૂપિયા 40 હજાર ની સહાય આપવામાં આવે છે.

• બીજા હપ્તામાં રૂપિયા 60 હજાર ની સહાય આપવામાં આવે છે.

• ત્રીજા હપ્તામાં રૂપિયા 20 હજાર ની સહાય એમ કુલ 1.20 લાખની સહાય મળવાપાત્ર છે.

આંબેડકર આવાસ યોજના વિશે નિયમ અને શરતો

• લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબ દ્વારા સરકાર દ્વારા અમલીત અન્ય આવાસ યોજના નો લાભ લીધેલ નાં હોવો જોઈએ.

• ડો આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ લાભથી મકાન બાંધકામ પૂર્ણ થાય નહિ તેથી અધૂરા રહેલા મકાન નું કામકાજ પોતના ખર્ચે પૂરું કરવાનું રહેશે.

• ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1.20 લાખ તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક 1.50 લાખથી વધુ નાં હોવી જોઈએ.

• આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસ ની બિન કુશળ રોજગારી માટે રૂપિયા 17,910 તે યોજનાનાં નિયમો મુજબ તાલુકા પંચાયત ની નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાશે.

• સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે રૂપિયા 12,000 ની સહાય ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારની પાલિકા તેમજ મહાનગર પાલિકા તરફથી મળશે.

ડો આંબેડકર આવાસ યોજના હેઠળ મહત્વના મુદ્દા :

• યોજના : આંબેડકર આવાસ યોજના

• યોજનાનો ઉદ્દેશ : અનુસૂચિત જાતિના ( SC) ઘર વિહોણા લોકોને મકાન સહાય આપવી

• લાભ કોને મળશે : અનુસૂચિત જાતિના (SC) લોકોને

• મળવાપાત્ર સહાય : આ યોજનામાં કુલ ત્રણ હપ્તામાં 1,20,000 ની સહાય મળવાપાત્ર છે તેમજ અન્ય બે યોજના નો લાભ મળવાપાત્ર છે.

• ઑફિશિયલ વેબસાઇટ : https://sje.gujarat.gov.in/

• ઓનલાઇન અરજી કરવા – https://esamajkalyan.gujarat.gov.in/

આંબેડકર યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ :

• આધાર કાર્ડ

• ચુંટણી કાર્ડ

• રેશન કાર્ડ

• લાભાર્થી નો જાતિનો દાખલો

• કુટુંબ ની વાર્ષિક આવક નો દાખલો

• રહેઠાણ નો પુરાવો ( લાઈટ બીલ, ભાડા કરાર, રેશન કાર્ડ, પૈકી કોઈપણ )

• જમીન માલિકી નો આધાર દસ્તાવેજ ( જો લાગુ પડતું હોય તો)

• લાભાર્થીના પાસબુક ની નકલ

• રદ કરેલ ચેક

• પતિના મરમ નો દાખલો ( વિધવા હોય તો )

• જે જમીન પર મકાન બાંધકામ કરવાનું હોય તે જમીન નાં ક્ષેત્રફળ નો નકશો

• ચર્તુંદિશા દર્શાવતી નકશાની નકલ ( તલાટી કમ મંત્રી સહી સિક્કા વાળી)

• અગાઉ કોઈપણ આવાસ યોજના નો લાભ લીધો નથી તેનું સોગાંધનામુ

” also read ” તમારા ગામના કામનો રિપોર્ટ જોવા અહી ક્લિક કરો 

આંબેડકર આવાસ યોજના ની અરજી કેવી રીતે કરશો :

સરકાર દ્વારા યોજના નો લાભ લેવા માટે e samaj Kalyan નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે. યોજના નો લાભ લેવા માટે આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. યોજના નો લાભ લેવા ઓનલાઈન application કેવી રીતે કરવી તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

• આંબેડકર આવાસ યોજના નું ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે ગૂગલ પર અથવા crome બ્રાઉઝર મા જવાનું રહેશે.

• તેમાં search બાર માં લખવાનું રહેશે e samaj Kalyan 

• તેમાં તમને સમાજ કલ્યાણ ની official website જોવા મળશે.

• જેમાં તમારે Direct sechdule cast welfare પેજ પર ક્લિક કરવાનું રહેશે

આંબેડકર આવાસ યોજના

• જમાં તમને બીજા નંબરે ડો આંબેડકર આવાસ યોજના જોવા મળશે

• જો તમે e samaj Kalyan પર register કરેલ નાં હોય તો new user પર ક્લિક કરીને register કરવાનું રહેશે

• જેમાં તમારે નામ, મોબાઈલ નંબર captcha code અન્ય માહિતી ભરીને લોગીન કરવાનું રહેશે

• સિટીઝન લોગીન માં ડૉ આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે

• ત્યારબાદ તેમાં તમારે માગ્યા મુજબ વ્યક્તિગત માહિતી ભરાવાની રહેશે

• માહિતી ભર્યા બાદ જરૂરી document અપલોડ કરવાના રહેશે

• ડોક્યુમેન્ટ અપલોડ થયાં બાદ માહિતી વાંચીને save કરવાનું રહેશે

• માહિતી વાંચ્યા બાદ ફાયનલ confirm કરી ને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે

• પ્રિન્ટ કાઢ્યા બાદ જરૂરી document સાથે જિલ્લા કચેરી મા ફોર્મ જમાં કરવાના રહેશે.

Leave a Comment