અરવલ્લીના દોલતપુર પ્રા. શાળામાં સિક્ષકની બદલી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા.

આપણે મોટાભાગના લોકો ગામડામા મોટા થયેલા હોઈએ છીએ, ગામડામા શિક્ષકને લોકો માસ્તર કહેતા હોય છે આ માસ્તર નું બિરૂદ અરવલ્લી ની એક પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે. શિક્ષક આપણા ગુરુ માનવામાં આવે છે અને ગુરુ સૌથી સર્વોપરી હોય છે. આ ગુરુ આપણ ને જીવન માં ઘણું બધું શીખવી જાય છે તેમના પ્રત્યે આપણ ને ઘણો બધો પ્રેમ હોય છે.

અરવલ્લી જિલ્લાના દોલતપૂર પ્રાથમિક શાળામાં શિક્ષક અને બાળકો પ્રત્યે નો અતૂટ પ્રેમ જોવા મળ્યો. શાળાના શિક્ષક ની બદલી થવાથી વિદાય સમારોહ રાખ્યો હતો. આ વિદાય સમારોહ માં આખું ગામ અને વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યું હતું. વિદાય સમારોહ માં બાળકો શિક્ષકને ગળે લગાવી ને ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા. તો શાળાના અન્ય કર્મચારીઓ પણ શિક્ષક ને ભેટી ને રડ્યા હતા. જે વિડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

 

અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાના દોલપુર ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા હતા. શાળામાં ફરજ બજાવતા રમેશભાઈ ચૌહાણ ની જિલ્લામાં આંતરિક બદલી હતી. બદલી થવાથી રમેશભાઈ ચૌહાણ નો વિદાય સમારોહ રાખ્યો હતો. તે વખતે બાળકો શિક્ષક ને પોક મૂકી મૂકી ને રડવા લાગ્યા હતા. શિક્ષક પ્રત્યે નો પ્રેમ અને લાગણી જોઈને સૌ કોઈ જોતાં રહી ગયા હતા.

આ સમારોહમાં બાળકો જ નહિ પરંતુ શાળાના અન્ય શિક્ષકો પણ ભાવુક થયા હતા. શાળાના અન્ય કર્મચારીઓ રમેશભાઈ ને ભેટીને રડવા લાગ્યા હતા. આ ભાવુક દ્રશ્યો હાલમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ખુબજ વાયરલ થઈ રહ્યા છે. જેમાં બાળકો ને શિક્ષક પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે.

 

Leave a Comment