શાહરુખ ખાનને US મા અકસ્માત નડ્યો, શૂટિંગ સમયે અકસ્માત સર્જાતા કરાવવી પડી સર્જરી.

શાહરુખ ખાનની એક ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ નું નામ છે los Angeles આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન ને અકસ્માત નડ્યો છે. જેને કારણે તેને થોડી ઇજા થઇ છે આ ઇજા બહુ મોટી નથી. મળતી માહિતી મુજબ શાહરુખ ખાનને શૂટિંગ દરમિયાન  થોડી ઇજા થતા સર્જરી કરાવવી પડી છે.

શાહરુખ ખાનની ફિલ્મ los Angeles નું હાલમાં શૂટિંગ ચાલુ છે અને તે દરમિયાન તેને નાકના ભાગે ઇજા થઇ હતી. નાકમાંથી લોહી નીકળવાના કારણે તેને નાની એવી સર્જરી કરાવવી પડી છે. ડોક્ટર નાં કહેવા પ્રમાણે કે કઈ ચિંતાનો વિષય નથી.

શૂટિંગ દરમિયાન નાકના ભાગે ઇજા પહોંચતા શાહરુખ ને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે અભિનેતાની ટીમ ને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ નાકમાંથી જે લોહી નીકળે છે તેને રોકવા માટે નાની એવી સર્જરી કરવી પડશે.

જાણવા એવું મળી રહ્યું છે કે આ મહિને જવાન ની ઝલક જોવા નહિ મળે. મેકર્શ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી શકે છે.  શાહરુખ ની ફિલ્મ પઠાણે દુનિયામાં ડંકો વગાડ્યો છે તો આગામી ફિલ્મ પર સૌ કોઈની નજર છે

Leave a Comment