વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ ને 7 વર્ષની જેલ!

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ને મોટો ફટકો વાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી ને અને અન્ય 14 આરોપીઓ ને દોષિત જાહેર કર્યા છે.જે બાદ કોર્ટે તમામ ને 7 વર્ષની સજા ફટકારી છે.

મહેસાણા દૂધ સાગર ડેરીમાંથી વર્ષ 2013માં 22.50 કરોડ નું સાગર દાણ મહારાષ્ટ્ર મા મોકલવામાં આવ્યું હતું. જે બાદ કુલ 22 આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ હતી. 22 આરોપીઓ પૈકી 3 આરોપીઓ નાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે આ કૌભાંડ કેશમાં સંડોવાયેલા 4 કર્મચારીઓ ને દોષમુક્ત જાહેર કર્યા છે. 15 આરોપીઓ ને દોષિત જાહેર કર્યા છે.

આ મામલો એવો હતો કે મહારાષ્ટ્ર મા દૂધસાગર ડેરીમાંથી સાગર દાણ મોકલવામાં આવ્યું હતું. કોઈપણ મંજૂરી વગર આ દાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું. જેને પગલે ડેરીને 22.5 કરોડ રૂપિયા નું નુકશાન થયું હતું. તત્કાલીન કૃષિમંત્રી શરદ પવાર ને રીઝવવા માટે આ દાણ મોકલાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.

વિપુલ ચૌધરી ને nddb નાં ચેરમેન બનાવવા ની ઈચ્છા હતી. જેને પગલે  આ વખતના કૃષિમંત્રી શરદ પવાર ને રીઝવવા માટે સાગર દાણ મોકલાયું હોવાનો દાવો છે. મહારાષ્ટ્ર મા દુકાળ નું કારણ બતાવી ને દૂધસાગર ડેરીમાથી મહારાષ્ટ્ર ની મહાનંદા ડેરી ને સાગર દાણ મોકલાયું હતું. આ બાબતે કોઈપણ જાતની મંજૂરી પણ લેવામાં આવી ન હતી.

Leave a Comment