ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ મનમૂકીને ને વર્ષ્યો હતો ત્યારે ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે થોડા દિવસોથી વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ ની આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે કાયકલોન સરક્યુલેશન શક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે.

બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ શક્રીય હોવાને લીધે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી એ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી નાં જણાવ્યા મુજબ સાઇક્લોન સિસ્ટમ સક્રિય હોવાને લીધે આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આગામી 18 થી 25 જુલાઈ ની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ નાં જણાવ્યા પ્રમાણે આજે વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, માં વરસાદ પડી શકે છે. આવતી કાલે 17 જુલાઈએ વલસાડ , તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર દાહોદ, પંચમહાલ માં વરસાદ પડી શકે છે.

18 થી 19 જુલાઈએ ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ ભારે વરસાદ પડી શકે છે. તે ઉપરાંત 20 જુલાઈએ વલસાડ , તાપી, ડાંગ , સુરત, ભરૂચ, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ માં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

Leave a Comment