પોતાની મોજમાં તણાઈ ગઇ મહિલા, બાળકો મમ્મી મમ્મી બૂમો પાડતા રહ્યા.

આપણે બધા વરસાદી ઋતુમાં ફરવા જવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ પરંતુ આપણે બહાર ફરવા જઇએ એટલે ઘણું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો બહાર જાય એટલે જીવન જોખમે ફોટા અને સેલ્ફી ની વધારે સોખ રાખતા હોય છે. અને કહેવાય છે કે આગ હવા અને પાણી જોડે ક્યારેય મસ્તી નાં કરવી. આવો જ એક કિસ્સો મુંબઈ નાં દરિયાકિનારે જોવા મળ્યો હતો જેનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ માં એક કપલ ફરવા આવ્યું હતું અને પોતાની મસ્તી અને સેલ્ફી માટે થઈને પોતના જીવની પણ પરવા કરી નહિ. દરિયા કિનારે પતિ પત્ની દરિયાના મોજા ની મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને તેમના બાળકો વિડિયો બનાવી રહ્યા છે. દરિયામાંથી અચાનક એક મોટું મોજું આવે છે અને તેની પત્ની ને ખેંચીને લઈ જાય છે બાળકો મમ્મી મમ્મી ચીસો પાડી રહ્યા છે.

આ મહિલા ની ઓળખ જ્યોતિ સોનાર તરીકે થઈ છે અને તેમની ઉમર 32 વર્ષીય છે. બાળકો તેમની મમ્મી ને બોલાવી રહ્યા હતા પરંતુ તેઓ તેમની મસ્તીમાં મસ્ત હતા. બાળકો ચીસો પાડતા રહ્યા અને મોજું મહિલાને ખેંચીને લઈ ગયું.

આ મહિલા નાં પતિ મુકેશ ગૌતમ નગન રબાલ મુંબઈમાં રહે છે. તેઓ એક ખાનગી કંપનીમાં ટેકનીશિયન તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે અમે બંને સાથે હતા જ્યારે મારું માથું અથડાયું મે મારું સંતુલન ગુમાવ્યું અને અમે બંને લપસી ગયા. જ્યારે મે તેની સાડી પકડી ત્યારે મે તેનો પગ પકડી લીધો પરંતુ હું તેને બચાવી શક્યો નહિ.

Leave a Comment