રાજસ્થાન ની અંજુ એ પાકિસ્તનમા નરસુલ્લા સાથે કર્યા લગ્ન ? મુસ્લિમ ધર્મ અપનાવ્યો…

અત્યારે મીડિયા અને સોસીયલ મીડિયામાં ભારતીય મહિલા અંજુ પાકિસ્તાન પહોંચી તે ખબર ખુબ તેજ થી વાયરલ થઈરહી છે હવે તેના વચ્ચે એક ખબર આવી રહી છેકે અંજુએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. મિત્ર તરીકે મળવા માટે પાકિસ્તાન પહોંચેલી અંજુ એ ઇસ્લામ ધર્મ અપનાવી હોવાનું મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

અંજુ માંથી ફાતિમા બની ?

અંજુ માંથી ફાતિમા બન્યા પછી તેણીએ તેના પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન પણ કરી લીધા છે અંજુએ પહેલા વિડિઓ દ્વારા કહ્યું હતું કે બંને માત્ર મિત્રો છે. તેઓ ફેસબુક પર મિત્રો બની ગયા છે. તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે. એમની વચ્ચે એવું કઇ નથી પરંતુ તેના વચ્ચે હવે બંનેના લગ્નના સમાચા ર સામે આવી રહ્યા છે વાત કરીએ અંજુની તો તેઓ ભારતમાં પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો પણ છે.

મીડિયાનો દાવો

જણાવી દઈએ અંજુ ઈસ્લામ સ્વીકારતા પહેલા ખ્રિસ્તી ધર્મ માં હતી. પાકિસ્તાની મોટી ન્યૂઝ વેબસાઈટ geo.tv એ દાવો કરીને લખ્યું છે કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું છે કે તેઓ પોતાના નવા ઘરમાં ખુશીથી જીવી રહી છે.

અંજુને ત્યાંના સ્થાનિક લોકોએ ભેટ આપી હતી અને તેઓ અહીં ખુબ ખુશ છે. તેવું અધિકારીએ જણાવ્યું હતું. તેઓ નસરુલ્લાહના ઘરે રહે છે અને તેને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જણાવી દઈએ અપર ડીર જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી મુસ્તાક ખાનના જણાવ્યા મુજબ અંજુએ પોલીસને જણાવ્યું છે કે તેણીએ ભારતમાં રહેલા તેના પતિ સાથે છૂટાછેડા લીધા છે.

અંજુ માંથી ફાતિમા બની

પોલીસ તરફથી એ પણ માહિતી આપવામાં આવી છેકે પોતાનો પ્રેમ શોધવા માટે તે ભારતથી પાકિસ્તાન આવી છે અને અહીં ખુશીથી રહે છે. પાકિસ્તાનમાં લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જણાવી દઈએ અંજુ એક મહિનાના વિઝા લઈને પાકિસ્તાન આવી છે. તેના દસ્તાવેજો એકદમ સાચા અને માન્ય છે.

જણાવી દઈએ બંનેનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિમળી રહ્યા છે કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટમાં જતી વખતે અંજુએ બુરખાથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં અંજુ અને નસરુલ્લાના લગ્નનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જણાવી તમને દઈએ એક ભારતીય ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નસરુલ્લાએ તેને ફગાવી દીધો છે.

Leave a Comment