100 કિમીની ઝડપે પવન ફૂંકાશે, નદીઓમાં ઘોડાપૂર આવશે અંબાલાલ પટેલ ની આગાહી.

ગુજરાતમાં અનેક જગ્યાએ ત્રીજા રાઉન્ડે મેઘતાંડવ સર્જ્યો છે. આ મેઘતાંડવ માં અનેક લોકો ત્રહિહામ થઈ ગયા હતાં. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા એ તાંડવ બોલાવ્યો હતો અને તારાજી સર્જી હતી. સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી અને હજુ સુધી લોકોનું રોજબરોજ નાં કામની ગાડી પાટા પર ચડી નથી.

ત્યાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ ને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હજુ મોટો સારો વરસાદ પડશે.  હવામાન અંગે ની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 26 જુલાઈએ ઓરિસ્સા નાં દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે.  જેની અસર દેશના પશ્ચિમ ભાગમાં થશે.

26,27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. મુંબઇ માં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પણ હજુ સારો વરસાદ આવશે. 27 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માં ભારે વરસાદ પડી શકે છે.  ઉતર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનામાં પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી, માં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ નાં કારણે તાપી અને નર્મદા ના જળસ્તર માં વધારો થશે. બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગર મા 100 કિમી ની ઝડપે પવન ફૂંકાશે તેવી અંબલાલ પટેલે આગાહી વ્યકત કરી છે.

Leave a Comment