ધીરેન્દ્ર શાસ્ત્રી નાં વિવાદિત નિવેદનથી મહિલાઓમાં ભારે રોષ, સિંદૂર નાં હોય એટલે આ પ્લોટ.

આજકાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં છે. પોતાના દરબારમાં બીજાની મનની વાત જાણવી અને લોકોના નામની ચીઠ્ઠી બનાવી ને ભવિષ્ય વિશે વાત જણાવી તે બધી ક્રિયાઓ થી લઈને બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબજ ચર્ચામાં હોય છે. પરંતુ ઘણી વખત તેમના વિવાદિત નિવેદન અને તેમની વાણી ને લઈને પણ ચર્ચામાં આવતા હોય છે.

હાલમાં પણ તેઓ એક વિવાદાસ્પદ પ્રવચન ને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે માની લો કે માંગમાં સિંદૂર ન ભરેલ હોય અને ગળામાં મંગળસૂત્ર નાં પહરેલું હોય તો આપણે લોકો શું સમજીએ છીએ કે ભાઈ આ પ્લોટ હજુ પણ ખાલી છે. 

તેમના આ નિવેદન પર મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના આ વિવાદાસ્પદ નિવેદન બાદ અનેક લોકો ટ્વિટર પર બાબાના આ વિડિયો સાથે લખી રહ્યા છે કે આવી વાતો કરનાર વ્યક્તિ સંત કે કથાવચક નાં હોય શકે.  અનેક મહિલાઓ એ પણ બાબાના આ નિવેદન બાદ રોષ વ્યકત કર્યો છે.

બાબાએ બીજું એવું પણ નિવેદન આપ્યું હતું કે ડોગ ને પ્રકારના હોય છે એક હોય છે પાલતુ અને બીજા હોય છે ફાલતુ જે પાલતુ હોય છે તેમના ગળામાં પટ્ટો હોય છે તેવી જ રીતે જે ભગવાન રામના પાલતુ હોય છે તેમના ગળામાં કંથીમાલા હોય છે.

Leave a Comment