OMG 2 મા એક્ટર અક્ષય કુમાર શિવના લૂકમાં જોવા મળ્યા, અક્ષયે વિડિયો ક્લિપ શેર કરી.

અક્ષય કુમાર નું omg ફિલ્મ સુપર હિટ ચાલ્યું હતું ત્યારે ટુંકજ સમયમાં અક્ષય કુમાર પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ નું ફિલ્મ OMG 2 મા જોવા મળશે. અક્ષય કુમાર અને તેમની ટીમે આ ફિલ્મ નાં ટિઝર રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. ફિલ્મમાં પોતાનો લુક શેર કરતા અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે OMG 2 નું ટીઝર 11 જુલાઈ નાં થશે.

અક્ષય કુમારે ફિલ્મમાં પોતાના લુક ને લઈને એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ વીડિયોમાં અક્ષય કુમાર ભગવાન શંકર નાં રૂપમાં જોવા મળી રહ્યા છે. એક્ટર અક્ષય કુમાર ખુલ્લા વાળ સાથે બ્લેક આઉટફિટ માં જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં અક્ષય કુમાર ભીડમાંથી બહાર આવી રહ્યા છે અને વીડિયોનાં બેકગ્રાઉન્ડ માં હર હર મહાદેવ જેવો આવાજ આવી રહ્યો છે. વિડિયો ને શેર કરાયા અક્ષયે લખ્યું છે કે OMG 2 નું ટીઝર 11 જુલાઈ નાં રિલીઝ થશે. અને આ ફિલ્મ 11 ઓગસ્ટ નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમાર નાં લુકને લઈને સોશિયલ મીડિયામાં ખુબજ વખાણ થઈ રહ્યા છે.

આ ફિલ્મ ને લઈને ચાહકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. OMG 2 અક્ષય અને પરેશ રાવલ ની સુપરહિટ ફિલ્મ omg ને સેમ મળતી આવે છે. OMG ફિલ્મ સિનેમાઘરોમાં સુપરહિટ રહી હતી તો આવનારી ફિલ્મ OMG 2 નું પરફોર્મન્સ કેવું રહેશે તે જોયું રહેશે.

Leave a Comment