ટામેટા ને મળી Z+ સિક્યોરિટી! શાકભાજી વેચનારે રાખ્યા બે બાઉન્સર, વિડિયો થયો વાયરલ.

અત્યારે ટામેટા નાં ભાવ દિવસે અને દિવસે વધતા જાય છે. વધતા જતા ટામેટા નાં ભાવને લઈને માર્કેટમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, ગૃહિણીઓ નાં બજેટ ખોરવાઈ રહ્યા છે. ત્યારે વારાણસીનાં લંકા વિસ્તારનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શાકભાજી વેચનાર વેપારીએ તેના સંગ્રહ કરેલા ટામેટા ની સુરક્ષા કરવા માટે બે બાઉન્સર રાખ્યા છે.

સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનેલા શાકભાજી વિક્રેતા અજય ફૌજી સમાજવાદી પાર્ટીના કાર્યકર છે. ગયા અઠવાડિયે પાર્ટી સુપ્રીમ અખિલેશ યાદવ નાં જન્મદિવસે તેમણે ટામેટા આકારની કેક કાપી અને લોકોને ટામેટા વહેંચ્યા ત્યારે મળતી માહિતી મુજબ આ વેપારી ને પોલીસ પકડી ને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ બે બાઉન્સર રાખવા વિશે દુકાન માલિક ને પૂછતા તેમણે જણાવ્યું કે બાઉન્સર એટલા માટે રાખ્યા છે કે ટામેટા નાં ભાવ આસમાને છે. ત્યારે ટામેટા માટે લોકો જગડી રહ્યા હોય છે અને લૂંટફાટ થતી હોય છે. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બનતી હોય છે. અમે બીજા ટામેટા પણ મંગાવાયા છે તે ટામેટા આવે ત્યાં સુધી કોઈ લડાઈ ઝઘડા નાં થાય તે માટે આ બાઉન્સર ને રાખવામાં આવ્યા છે.

ટામેટા નાં ઊંચા ભાવ ને લીધે લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી  અને મારામારીના ઘણા સમાચાર સાંભળ્યા હતા તે બાદ મે નિર્ણય કર્યો કે સુરક્ષા માટે બાઉન્સર રાખી લઉં. દુકાન માલિકે જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં મે સાદા કાપડમાં બાઉન્સર રાખ્યા હતા. પરંતુ જ્યારે ટમેટા ખરીદવા આવેલા ગ્રાહકોએ વધુ માથાકૂટ કરવાનો પ્રયત્ન કર્યો જે બાદ મે યુનિફોર્મ વાળા બાઉન્સર ગોઠવવા નું નક્કી કર્યું.

હાલમાં ટામેટા નાં ભાવ 140 થી 150 રુપયે કિલોનો ભાવ ચાલે છે. દુકાન માલિકે જણાવ્યું કે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ફરજ પર રાખવામાં આવે છે. અને દુકાન માલિકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટામેટા નો સ્ટોક છે ત્યાં સુધી બંને બાઉન્સર ને રખવામાં આવશે.

Leave a Comment