ટ્રાફિક નિયમમાં રહેજો, ગુજરાતભરમાં એક મહિના સુધી ચાલશે સ્પેશિયલ ડ્રાઇવ.

ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માત અને ગુજરાતના અનેક વિસ્તારમાં વધતા જતા અકસ્માત ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં DGP અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એક મહિના સુધી ઓવર સ્પીડ, હેલ્મેટ અને લાઈસન્સ સહિતના ટ્રાફિક નિયમન અંગે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઇવ માટે તમામ જિલ્લા અને તાલુકામાં આદેશ આપ્યા છે. હાઈ વે એક સ્પીડ અલગ અલગ અમદાવાદમાં SG હાઈ વે પર સ્પીડ લિમિટ અલગ અલગ જોવા મળી છે જેના કારણે વાહન ચાલકો અચરજમાં છે અને તેને કારણે અકસ્માત ની વણઝાર લાગે છે. ત્રણ બ્રિજ પર અલગ અલગ સ્પીડ થી તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

ગુજરાત પોલીસ આજે મંગળવાર થી સ્પેશિયલ ડ્રાઇવ કરી રહી છે. ટ્રાફિક નિયમ માં રહેજો નહિતો દંડ નું ઝાપટું પાક્કું. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ જાગેલી સરકારે આજે મંગળવાર થી એક મેગા ડ્રાઇવ એક મહિના સુધી ચલાવશે. જેમાં સ્ટંટ કરતા લોકો, ઓવર સ્પીડ, તેમજ ટ્રાફિક નિયમન નો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈની પણ ભલામણ ચલાવવા રાજ્ય પોલીસ વડા નો સ્પષ્ટ આદેશ.

  • રાજ્યમાં એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ
  • હેલ્મેટ, લાઈસન્સ,ઓવર સ્પીડ, સ્ટંટ બાજ કરતા લોકો સામે કાર્યવાહી
  • દરેક જિલ્લાના પોલીસ ને DGP નો આદેશ
  • ઓવર સ્પીડ જતા લોકો સામે પણ થશે કાર્યવાહી.

અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી પરંતુ ચાર માસમાં ફક્ત 156 જ ઈ મેમો જનરેટ કરાયેલા. નેશનલ અને સ્ટેટ હાઈ વે દ્વારા બનાવેલ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ નાં કારણે લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ સ્પીડ લિમિટ ની કામગીરી કરે છે તેને જોવું રહ્યું.

Leave a Comment