ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદ ની આગાહી, હવામાન સમાચાર.

હાલમાં ચોમાસાની સીઝન ચાલુ છે ત્યારે મેઘરાજા પણ ઘણી જગ્યાએ મનમૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. ઘણા ડેમ ઓવરફ્લો પણ થઈ ગયા છે. ચોમાસાના પ્રારંભ ની સાથે રાજયના તમામ જિલ્લાઓ માં મેઘમહેર થઇ ગઇ છે.

તોફાની વરસાદ ને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક નુકશાની નાં વંટોળ જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઋતુ નો 30% જેટલો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રીજા દિવસે 1 થી 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. જેના લીધે આજે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ની આગાહી છે.

આ વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ:

હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને ભારે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત પોરબંદર, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉતર ગુજરાત ના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જિલ્લાઓમાં હળવા વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે.

Leave a Comment