ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ ને લઈને એલર્ટ.

આપણે જાણીએ છીએ છે કે ગુજરાતમાં વરસાદે પહેલા રાઉન્ડમાં ધબધબાટી બોલાવી છે. ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી રહી છે. હવામાન વિભાગ ની આગાહી મુજબ સાઉથ વેસ્ટ મોન્સુન એ આખા દેશને કવર કરી લીધું છે. જેના લીધે આખા દેશમાં ચોમાસું બેસી ગયું છે.

ભારતનાં દક્ષિણ નાં રાજ્યોમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 4 જુલાઈ થી પવન ની ગતિમાં વધારો થઈ શકે છે. 6 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 4 થી 7 જુલાઈ સુધી માછીમારો ને દરિયો નાં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ અને સૌરાષ્ટ્ર મા ગુજરાતમાં 6 જુલાઈથી ભારે વરસાદ પડશે. સુરત, ભરૂચ, મોરબી,  અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ માં મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

 

Leave a Comment