લાંચ લેવી તલાટી ને પડી ભારે! તલાટી ને સસ્પેન્ડ કરતાં ગામલોકોએ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો.

ભ્રષ્ટાચાર એ આ દેશની સૌથી મોટું કલંગ છે. આપણે અવાર નવાર સમાચાર મા સાંભળીયે છીએ છે કે અમુક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો. તેના અનેક કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હાલમાં ભાવનગર જિલ્લાના બુધેલ ગામના તલાટી કમ મંત્રી નો લાંચ લેતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયો વાયરલ થયાં બાદ જિલ્લા પંચાયતે તલાટી સામે કાર્યવાહી કરી છે.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી ને સસ્પેન્ડ કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. તલાટી ને સસ્પેન્ડ કર્યા નાં સમાચાર આવતા ગામલોકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વેચીને ખુશી મનાવી હતી. આ તક જોતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર ભાવનગરના બૂધેલ ગામે રહેતા હરિતભાઈ જોષીના દીકરી પ્રેક્ષા જોષીના લગ્ન આલાપ ત્રિવેદી સાથે નવેમ્બર મહિનામાં થયા હતા. જે બાદ હરિતભાઇ એ દીકરીના મેરેજ સર્ટિફિકેટ માટે અનેક વાર તલાટી પાસે ધક્કા ખાધા બાદ વકીલ રાજેશ ભટ્ટ નો સંપર્ક કર્યો હતો. જેથી રાજેશભાઈ એ બુઢેલ ગામના તલાટી જયેશ ડાભીને મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવા કહ્યું હતું.  તે દરમિયાન તલાટી જયેશ ડાભીએ વકીલ, વર વધુ, અને ગોર મહારાજ ને રૂબરૂ ઉપસ્થિત રહે તો જ લગ્ન નોધણી કરવામાં આવશે અને તેમ નાં કરે તો નાણાકીય વ્યવહાર ની વાત કરી હતી.

જેથી વકીલ રાજેશ ભટ્ટે તલાટી મંત્રી જયેશ ડાભી ને પૈસા લેવા માટે ભાવનગર કોર્ટની બહાર બોલાવ્યા હતા. આ દરમિયાન વકીલે તલાટી મંત્રીને રૂપિયા 4 હજાર આપતો વિડિયો ઉતારી લીધો હતો. જે વિડિયો વાયરલ કર્યા બાદ જિલ્લા પંચાયતે તલાટી મંત્રી ને સસ્પેન્ડ કર્યા છે.

Leave a Comment