પ્રમને દેશની કોઈ સરહદ નડતી નથી! પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન થી ભારત આવી મહિલા કરી લીધા લગ્ન!

આપણે અવાર નવાર સાંભળીયે છીએ છે કે પ્રેમને દેશની કોઈ સરહદ નડતી નથી પરંતુ આજે આપણે તે જોઈ પણ લીધું. પ્રેમને કોઈ ધર્મ કે જાતિ જોઈને થતો નથી પ્રેમ કરવા માટે બે દિલ મળવા જરૂરી છે. પ્રેમ ક્યારે કોની જોડે થઈ જશે તે કોઈને ખબર હોતી નથી આવો કિસ્સો આપણા દેશમાં હાલમાં ચર્ચમાં છે. જે પાકિસ્તાની મહિલા તેના પ્રેમી ને મળવા માટે ભારત આવી છે.

PUBG ગેમ રમતા રમતા પ્રેમ થઈ ગયો અને પાકિસ્તાની મહિલા સીમા હૈદર વિઝા વગર તેના ચાર બાળકો સાથે ભારત આવી ગઈ. PUBG ગેમ રમતા રમતા ભારતીય યુવાન અને પાકિસ્તાની મહિલા ફ્રેન્ડ બની ગયા દિવસો વીતતા ગયા અને ફ્રેન્ડ માંથી બંને ને પ્રેમ થઈ ગયો મહિલા ભારતીય યુવાન સચિન નાં પ્રેમમાં આંધળી બની ગઈ.

આ પાકિસ્તાની મહિલા તેના પ્રેમીને પામવા માટે નેપાળ થઈને ભારત આવી છે. તે ગ્રેટર નોઇડામાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. પોલીસે તેના બાળકો અને અને તેને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. કડક પૂછપરછ બાદ તેમને મુક્ત કર્યા હતા. સીમા હૈદર અને સચિન નોઇડામાં ભાડે મકાન રાખીને રહેતા હતા.

જોકે આ મહિલા પાકિસ્તાનમાં તેના પતિને છોડીને તેના ચાર બાળકો સાથે ભારત આવી છે. 28 વર્ષીય મહિલા સીમા હૈદર તેનું નામ બદલી ને સીમા સચિન ઠાકુર કર્યું છે. તે ભારત આવતા ની સાથે  ધર્મ પરિવર્તન પણ કરી લીધું છે અને ભારતીય રીત રિવાજ મુજબ સાડી પણ પહેરે છે. તુલસી પૂજા અને નોન વેજ મૂકી અને શાકાહારી બની ગઈ છે.

સીમા નું કહેવું છે કે પાકિસ્તાનમાં જિંદગી નર્ક હતું અહી આવીને મને નવી જિંદગી મળી છે હું પાકિસ્તાન પાછી જઈશ તો મારા હાથપગ કાપી નાખશે. માહિતી મુજબ સીમા હૈદર પાંચ ધોરણ ભણેલી છે અને કમ્પ્યુટરમાં માસ્ટર છે તેના પાંચ જેટલા ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા તેને લઈને પોલીસ પણ અચરજ માં મુકાઈ છે પોલીસ પણ સીમા હૈદર ની કડક જાસુસી કરી રહી છે.

Leave a Comment