ગાંધીનગર નાં આ વિસ્તારમાં વાનર નો આતંક, યુવાનને બચકું ભરતા 26 ટાંકા આવ્યા.

ગામડા અને શહેરોમાં ભૂંડ,રોજ અને વાંદરાઓ નો આતંક દિવસે અને દિવસે વધતો જાય છે. ગામડામાં વાંદરાઓ પાક ને નુકશાન કરે છે તેમજ લોકોના ઘરના નળીયા અને પતરા તોડી નાખે છે. શહેરોમાં રખડતા ઢોર વાહનચાલકો ને અડફેટે લેતા કિસ્સાઓ વધતા જાય છે. તેવામાં ગાંધીનગરમાં થોડા સમય પહેલા કલોલના બાલવા ગામે વાંદરે ત્રણ જેટલા ગ્રામજનો ને નિશાન બનાયું હતું.

ત્યારે હવે મુબારકપુરા માં વાંદરો હિંસક બનતા વહેલી સવારે ઢાબા પર સુઈ રહેલા યુવાનના પગે બચકું ભરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવાન ને નજીક ની હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતો.26 જેટલા ટાંકા પણ આવ્યા હતા.

ગાંધીનગર અને તેના આજુબાજુના વિસ્તારમાં વાનરો નો આતંક વધતો જાય છે. તેવામાં વાનર હડકાયા થાય ત્યારે રસ્તે જતા લોકોને પોતાના શિકાર બનાવે છે. ખાસ કરીને નાના બાળકોને બચકા ભરવા અને નખ વગાડવા જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે.  અગાઉ પણ કલોલ તાલુકાના બાલવા ગામે હડકાયા વાનરે બાળક સહિત ત્રણ જેટલા લોકો પર હુમલો કરી ને ઘાયલ કર્યા હતા.

ત્યારે મુબારકપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી વાંદરાઓ નો આતંક વધતો જાય છે. એક હિંસક વાનરે છત પર સુઈ રહેલા યુવાનને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ યુવાન ને પગના ભાગે બચકું ભરતા યુવાન પૂરી રીતે ઘાયલ થયો હતો. યુવાન ને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં ઓપરેશન કરીને 26 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા.

વનવિભાગ દ્વારા અને સેવાભાવી સંસ્થા ને સાથે રાખીને અહી પાંજરા પણ મૂકવામાં આવ્યા હતા. અને એક ખુંખાર હડકાયા વાંદરા ને પકડવામાં સફળતા મળી હતા.

Leave a Comment