FasTag વાપરતા લોકો સાવધાન!, ફોર્ડથી આ રીતે બચો નહિતો એકાઉન્ટ થઈ જશે ખાલી.

આપણે રોડ પર જતા હોઈએ ત્યારે ટોલ ટેક્સ ભરવા માટે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો માં ઉભુ રહેવું પડતું હોય છે. લાઈનો એટલી લાંબી હોય છે કે આપણે કંટાળી જઈએ છીએ, પરંતુ હવે FasTag આવી ગયા છે તેના લીધે લોકોને ટ્રાફિક માંથી ચોક્કસ રાહત મળી છે. જો તમારી પાસે FasTag હોય તો તમે મિનિટમાં ક્રોસ કરી શકો છો.

FasTag ખુબજ ફાયદાકારક છે અને સરકારે તેને ફરજિયાત પણ બનાવ્યું છે. એટલે તમે રોડ પર નીકળો છો તો તમારી જોડે FasTag હોવું ફરજિયાતપણે છે. FasTag દ્વારા તમારા ખાતામાંથી નક્કી કરેલી રકમ કાપવામાં આવે છે. FasTag નાં ઘણા બધા ફાયદા છે પરંતુ હવે અચાનક વાહનોમાંથી FasTag ગાયબ થવા લાગ્યા છે. આવું બીજું કોઈ નહિ પરંતુ ચોરો કરી રહ્યા છે. ચોરોને મોકો મળતા તમારા વાહન માંથી FasTag કાઢી નાખે છે.

ચોરાયેલા FasTag નું શું કરે છે!

આ ચોરો તમારા વાહનમાંથી ચોરેલા FasTag ને લગાવી દે છે. પછી જ્યારે ચોરો તે વાહન લઈને ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે ત્યારે વાહન તેમનું હોય અને પૈસા તમારા ખાતામાંથી કપાય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. ઘણી વખત ટોલ કર્મચારીઓ સજાગ હોય છે અને આવા ચોર લોકોને પકડે પણ છે.

તમારું FasTag ચોરાય તો શું કરવુ!

જાણકારો નાં જણાવ્યા મુજબ જો તમારું FasTag ચોરાઈ જાય તો સાવચેત રહેવાની જરૂર છે. જો તમારું FasTag ચોરાઈ જાય તો તેને તરત બંધ કરી દો. તમે application દ્વારા FasTag ને અક્ષમ કરી શકો છો. આ ઉપરાંત FasTag નાં ટોલ ફ્રી નંબર પર FasTag નાં હોવાની માહિતી આપી શકો છો. ત્યારબાદ તમારા વાહન માટે નવો FasTag ખરીદો અને નોંધણી કરાવો.

એકાઉન્ટ ચેક કરી લો!

તમારા એકાઉન્ટ ને પણ તપાસી લો કે FasTag નો દુરુપયોગ તો નથી થયો ને!, આ માટે તમારા સ્ટેટમેન્ટ તપાસો, અને જુઓ કે તમે તે સ્થાન થી મુલાકાત લીધી હતી જ્યાં ટેક્સ કપાયો હતો કે નહિ.

Leave a Comment